Vadodara

મે આઈ હેલ્પ યુ… હુમલાના 10 દિવસ બાદ પણ પાણીગેટ પોલીસની કોઈ કાર્યવાહી નહીં

વડોદરા: વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ પાસે રહેતા માથાભાર શખ્સ સહિત ત્રણ જણાણે એક યુવકને બેઇઝ બોલની સ્ટીક વડે હાથ પગ તોડી નાખ્યા હતા. જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતા એસએસજીમાં દાખલ કરાયો હતો. જેમાં ઇજાગ્રસ્તના ભાઇએ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગયા હતા છતાં નોધી ન હતી. જેથી પોલીસ કમિશનરને અરજી કરી ભાઇને ન્યાય અપાવવા માંગણી કરી છે. વડોદરા શહેરના પોલીસ સ્ટેશનનોમાં અરજદારો માટે મે આઈ હેલ્પ યુ ના બોર્ડ લગાડવામા આવેલા છે.

કોઈપણ અરજદારને તુરંત મદદ જોવા મળતી નથી. તેવો એક પાણીગેટ પોલીસ સ્ટેશનનો બનાવ સામે આવેલ છે. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે રહેતા બિરેનકુમાર રમેશભાઇ પટેલે પોલીસ કમિશનરને અરજી કરી હતી કુણાલના લગ્ન દિપાલી વૈદ સાથે ધામધૂમથી કર્યા હતા. પરંતુ સંજોગો અ્નુસાર બંને વચ્ચે મનમેળ ન હોય છુટાછેડા લઇ લીધા હતા.પરંતુ દિપાલી વૈદના વાઘોડિયા રોડ પર દૂધની ડેરી ચલાવતા સંજય ચાવડા ઉર્ફે જગ્ગુ સાથે પ્રેમ સંબંધ હતા. જેના અદાવત રાખી સંજય ચાવડા વારંવાર ઝઘડો કરી માર માર્યો હતો.

જેનું પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાવ્યું હતું. તા.1 નવમ્બરના રોજ સાંજે 6 વાગ્યા અરસામાં પરિવાર ચાર રસ્તા પાસે સંજયનો સાળો નિકુંજે (રહે.રણોલી)એ કુણાલને ચારથી પાંચવાર ફોન કરીને મારે તમારુ કામ છે તેમ કહીને બોલાવ્યો હતો. ત્યારે કુણાલ તેના 3 વર્ષના પુત્રને લઇને લઇને ગયો હતો. કુણાલ નિકુંજ સાથે વાતચીત કરતો હતો. તે દરમિયાન સંજય ચાવડા ઉર્ફે જગ્ગુએ હોકી લઇને અને અન્ય એક વ્યક્તિ ત્રણેયે ભેગા મળીને બેઇજ બોઇલ અને હોકીની સ્ટીક વડે માર મારી હાથ પગ તોડી નાખ્યાં હતા.જેની કુણાલના ભાઇને બિરનને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને એસએસજીમાં દાખલ કર્યા હતા. જ્યો તેના ચાર ઓપરેશન કર્યા હતા.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છતાં હુમલાખોર સંજય ચાવડા, નિકુંજ અને અન્ય શખ્સ સામે ગુનો દાખલ કર્યો નથી. ત્રણ જણા કુણાલને માર મારતા હતા. તે દરમિયાન તેના 10 હજાર પણ તેઓએ લૂટુી લીધા હતા.સંજય ચાવડા ઉર્ફે જગ્ગુની પાણીગેટલ પોલીસ સ્ટેશનમાં વધુ ઓળખાણ હોવાનું તે જણાવતો હતો. જેથી તેની સામે પાણીગેટ પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હોવા છતાં જગ્ગુ સહિતના હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધતી નથી કે ત્રણયે ધરપકડ પણ કરવામાં આવી નથી. આખરે કંટાળીને ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલા કુણાલના ભાઇ બિરેને પોલીસ કમિશનરને કુણાલને ન્યાય મેળવવા લેખિતમાં 3-11-2022ના રોજ અરજી આપી હતી.

સયાજી હોસ્પિટલમાં અન્ય દર્દીઓની હાજરીમાં કોઇએ તેને મદદ નહી કરવાની ધમકી આપી
કુણાલ પટેલ પર હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાઇ ગયો હતો. જેમાં તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ કોઇએ ફરિયાદ નોંધી ન હતી. ત્યારબાદ માથાભારે સંજય ચાવડા ઉર્ફે જગ્ગુ સહિનાએ રાત્રે હોસ્પિટલમાં આવીને કોઇને મદદ કરવી નહી તેમ કહી ધમકી આપી હતી. હાલમાં મને રજા આપી છે પરંતુ જગ્ગુના માણસો મારી રેકી કરી રહ્યા છે.
કુણાલ પટેલ, ભોગ બનનાર

Most Popular

To Top