Sports

માર્ક વુડ અને ડેવિડ મલાનના રમવા અંગે મેચના દિવસે નિર્ણય થશે : જોશ બટલર

એડિલેડ: ભારત સામે આવતીકાલે ગુરૂવારે અહીં રમાનારી ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલ પહેલા પહેલા ઈંગ્લેન્ડના (England) બે ખેલાડીઓની (Players) ઈજાએ કેપ્ટન જોસ બટલરના માથાનો દુખાવો વધારી દીધો છે. સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ અને સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાન બંને આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઈજાગ્રસ્ત (Injured) થયા છે.

  • મેચના આગલા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં બટલરને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે માલાન અને વુડ બંને રમવા માટે શંકાસ્પદ
  • અમને અમારી મેડિકલ ટીમ પર વિશ્વાસ છે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ ફિટ રહે : બટલર
  • ભારત સામેની સેમીફાઇનલ મેચની પૂર્વ સંધ્યાએ મુક્તમને રમવાની ટેવને કારણે સૂર્યકુમાર યાદવ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો: બટલર

બંને સેમિફાઇનલ મેચ રમશે કે નહી તે અંગે મેચના આગલા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં બટલરને જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે માલાન અને વુડ બંને રમવા માટે શંકાસ્પદ છે. પરંતુ મેચના દિવસે બંનેની હાલત શું છે તે જોઇને અંતિમ નિર્ણય કરીશું. તેણે કહ્યું હતું કે અમને અમારી મેડિકલ ટીમ પર વિશ્વાસ છે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ ફિટ રહે.

સૂર્યા બેટર ઓફ ધ ટુર્નામેન્ટ પણ તેને આઉટ કરવા માટે સારા બોલની જરૂર : બટલર
ભારત સામેની સેમીફાઇનલ મેચની પૂર્વ સંધ્યાએ ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલરે કહ્યું હતું કે મુક્તમને રમવાની ટેવને કારણે સૂર્યકુમાર યાદવ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે, પણ માત્ર એક તક તમને વિકેટ અપાવી શકે છે. તેણે ઉમેર્યું હતું કે કોઈપણ બેટ્સમેનને આઉટ કરવા માટે સારા બોલની જરૂર હોય છે. બટલરે કહ્યું હતું કે તેને બેટીંગ કરતો જોવો શ્રેષ્ઠ છે. સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર યરમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે અને તેણે હાલના ટી-20 વર્લ્ડ કપમાં 3 અર્ધસદી સહિત 225 રન બનાવ્યા છે.

Most Popular

To Top