Sports

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ભારતની યુવા સિંહણોએ વિશ્વને હચમચાવ્યું તેઓનું સન્માન સચિન તેંડુલકર કરશે

નવી દિલ્હી: ભારતની મહિલા અન્ડર-19 ટીમે T20 વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મેચમાં (Final Match) શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે (Indian Team) ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે અંડર-19 T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ હતી અને શેફાલી વર્માની યુવા બ્રિગેડ તેમજ યુવાન સિંહણોએ તેમની ગર્જનાથી વિશ્વને હચમચાવી નાખ્યું હતું. હવે BCCI આ યુવા ટીમને સન્માનિત કરવાની તૈયારી કરી રહ્યું છે.

  • મહિલા ક્રિકેટમાં ભારતનું પ્રથમ ICC ખિતાબ
  • BCCI આ યુવા ટીમને સન્માનિત કરવાની તૈયારી કરી રહ્યું છે
  • ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCIના અધિકારીઓ 1લી ફેબ્રુઆરીએ સાંજે 6.30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની વિજેતા અંડર-19 ટીમનું સન્માન કરશે

બેટિંગ લિજેન્ડ સચિન તેંડુલકર બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમનું સન્માન કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કર્યું કે, “મને ખૂબ જ આનંદ થાય છે કે ભારત રત્ન સચિન તેંડુલકર અને BCCIના અધિકારીઓ 1લી ફેબ્રુઆરીએ સાંજે 6.30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની વિજેતા અંડર-19 ટીમનું સન્માન કરશે.”

તેમણે કહ્યું, “યુવાન ક્રિકેટરોએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને અમે તેમની સિદ્ધિઓનું સન્માન કરીશું.” શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રુમમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી પ્રથમ ICC અંડર-19 મહિલા ટાઇટલ જીત્યું. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. તે મહિલા ક્રિકેટમાં ભારતનું પ્રથમ ICC ખિતાબ પણ છે. વિજેતા ટીમ મંગળવારે સાઉથ આફ્રિકાથી મુંબઈ પહોંચશે અને ત્યારબાદ સન્માન સમારોહ માટે બુધવારે અમદાવાદ જશે. સન્માન સમારોહ ભારત અને ન્યુઝીલેન્ડની પુરુષ ટીમો વચ્ચે ત્રીજી અને નિર્ણાયક T20 આંતરરાષ્ટ્રીય મેચની બાજુમાં યોજાશે.

Most Popular

To Top