Dakshin Gujarat

કોસાડી ગામનો સુલેમાન મમજી 20 કિલો ગૌમાંસ સાથે ઝડપાયો

વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામનો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજીને પોલીસે વહેલી સવારે મોસાલી કનવાડા માર્ગ પર 20 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો.કોસાડી ગામના ખાડી ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજી અગાઉ પણ અનેક વખત ગૌમાંસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોતાની બાઈક ઉપર વહેલી સવારે ગૌમાંસ લઈને જતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો છે. તેની પાસેથી 20 કિલો ગૌમાંસ કિંમત રૂ.3000, એક મોબાઇલ કિંમત રૂ.500 અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂ.15,000 મળી કુલ 18,500નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. હાલ શંકાસ્પદ ગૌમાંસની એફએસએલમાં ચકાસણી થઈ રહી છે.

અંકલેશ્વરમાં 3 દિવસમાં માત્ર 11 પશુઓ પકડાયાં
અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓ પાલિકાની ટીમને હંફાવી રહયાં હોય અથવા રખડતા ઢોર ટીમને મળતાં ન હોય તેમ ત્રણ દિવસમાં 11 રખડતાં ઢોરોને પાંજરે પુરવામાં આવ્યા છે.અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરને પાંજરે પુરવાનું અભિયાન શરુ કર્યું છે. ત્રણ દિવસ માં 11 રખડતા પશુ ધન ને પાંજરાપોળ માં પુરી પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરાઈ છે. જાહેર માર્ગો તેમજ માર્ગ ઉપર અડિંગો જમાવી રખડતા પશુઓ ટ્રાફિક ને અડચણ રૂપ બનતા રખડતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.અંકલેશ્વર માં છેલ્લા ત્રણ દિવસમાં 11 જેટલા પશુઓને પકડવામાં આવ્યા અને તેમને ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં સલામત રીતે પૂરવામાં આવ્યા હતા. હજી પણ માર્ગ પર પશુઓ રખડતા જોવા મળી રહ્યા છે. પોતાના પશુઓને રખડતાં મુકી અન્ય લોકોની સલામતીને જોખમમાં મુકી દેનારા પશુપાલકો સામે નગરપાલિકા આગામી દિવસોમાં કડકાઇથી કામગીરી કરશે.

Most Popular

To Top