National

સુરતમાં થાઈ મહિલાએ પણ સ્પા શરૂ કરી દીધો, મસાજના બહાને ‘હેપ્પી એન્ડીંગ’ કરાવતી હતી

સુરત: (Surat) સુરત શહેરમાં મસાજ (Massage) પાર્લર (Parlour) ના બહાને ચાલતા સ્પા (Spa) અનિતીના ધામ બની ગયા છે. અહીંના પોશ વિસ્તારમાં આવેલો અને રોજ લાખો લોકોની અવરજવર રહેતી હતી તેવો મુખ્ય રોડ પરનો મોલ તો રીતસર કૂટણખાનું જ બની ગયો છે. અહીં એક, બે નહીં એક સાથે કુલ 19 સ્પા ચાલી રહ્યાં છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા આ મોલમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે મિસીંગ સેલ દ્વારા સોમવારે રેઈડ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. થાઈલેન્ડની મહિલા અહીં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે 5 લલના, 2 ગ્રાહક સહિત કુલ 9 લોકની ધરપકડ કરી છે.

આ કેસની મળતી વિગત અનુસાર ઇસ્કોન મોલમાં (Iscon Mall) પોલીસે જે દરોડા (Police Raid) પાડ્યા હતાં તે સ્પાનું નામ સ્પર્શ (Sparsh) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ સ્પાનું સંચાલન ઝૂ નામની થાઇ મહિલા (Thai Woman) અને વિજય પાટિલ દ્વારા કરવામાં આવતું હતું. આ સ્પામાંથી પોલીસે એ.કે.રોડની નિજાનંદ સોસાયટીમાં રહેતા ભાવેશ મનુભાઇ અસલાલિયા અને કોસાડના સ્વસ્તિક ફ્લેટમાં રહેતા શુભમ જયસુખ તેજાણીની ધરપકડ (Arrest) કરી હતી.

ઇસ્કોન મોલ હાલમાં કૂટણખાનાનો (Brothel) આકાર લઇ ચૂકયો છે. તેમાં 19 જેટલા સ્પા ચાલી રહ્યા હોવાની વાત છે. મીસીંગ સેલ (Missing Cell) દ્વારા આ મોલમાં દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં થાઇલેન્ડની (Thailand) 5 જેટલી લલનાઓ (Whore) ઝડપાઇ છે. જ્યારે અન્ય ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. ઇસ્કોન મોલ ઉપરાંત રાહુલરાજ મોલમાં (RahulRaj Mall) જાહેર સ્થળોએ સ્પા ચાલી રહ્યા છે ત્યારે આ મામલે ઇસ્કોન મોલમાં મીસીંગ સેલ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન ઇસ્કોન મોલમાં અન્ય સંખ્યાબંધ સ્પા આવ્યા છે, ત્યારે એક જ સ્પા પર કરવામાં આવેલા આ દરોડા પોલીસની દરોડા કાર્યવાહી સામે પ્રશ્નાર્થ મૂકી જાય છે.

Most Popular

To Top