Dakshin Gujarat

સુરતની હોસ્પિટલમાં ચેકઅપ કરાવી ઘરે પરત ફરતી વેળાએ ટ્રિપલ અકસ્માતમાં મહુવાના પિતા-પુત્રનું મોત

અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવા -બારડોલી (Bardoli) રોડ પર બીડ ગામની સીમમાં આંટીયા ફળિયા પાટિયા ખાતે ટેમ્પોએ (Tempo) બે બાઈકને (Bike) અડફેટે લેતાં એક બાઈક પર સવાર કોષ ગામના પિતા-પુત્રનું મોત (Death) નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર સવાર બે યુવાનોનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત (Accident) બાદ ટેમ્પો રોડની સાઈડમાં ઉતરી જતાં ચાલક નાસી ગયો હતો.

  • ટેમ્પો અન્ય મોટરસાયકલને પણ અડફેટે ચઢાવી રોડની સાઈડમાં ઉતરી જતાં ચાલક નાસી ગયો: બે યુવાનનો ચમત્કારીક બચાવ
  • મહુવા-બારડોલી રોડ પર બીડ ખાતે ટેમ્પોએ બાઈકને ટક્કર મારતાં

મહુવા તાલુકાના કોષ ગામે દેસાઈ ફળિયામાં રહેતા જીતેન્દ્ર નટવરસિંહ દેસાઈ રવિવારે મોટરસાયકલ (GJ-05-KA-2999) લઈ પિતા નટવરસિંહ માનસિંહ દેસાઈને સારવાર માટે સુરત ખાતે આવેલી વેદાંત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી સાંજે પરત ઘરે કોષ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર આંટીયા ફળિયાના પાટીયા નજીક વરસતા વરસાદમાં બીડ ગામની સીમમાં એક પુરપાટ ઝડપે આવતો ટેમ્પો (GJ-26-T-7654)ના ચાલકે પાછળથી નટવરસિંહ દેસાઈની મોટરસાયકલ અને અન્ય એક મોટરસાયકલ (GJ-21-BJ-1085) ચાલક યુવાનને અડફેટે લીધી હતી.

આ ટ્રીપલ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર જીતેન્દ્રસિંહ અને પિતા નટવરસિંહ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર બે યુવાનનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો રોડની સાઈડે ઉતરી ગયો હતો અને ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે મહુવા પોલીસને અકસ્માત સર્જનાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં યુવાન પુત્ર અને પિતાનું અવસાન થતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માર્ગ પર પડેલા મોટા ખાડાથી બચવાનો પ્રયત્નો કરતા સુરતનાં દંપતિની કાર 10 ફૂટ ઊંડા કોતરડામાં ખાબકી
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં મોટા ખાડા બચાવવા જતા સુરતનાં (Surat) દંપતિની વેગેનોર કાર (Car) 10 ફૂટ ઊંડા કોતરડામાં ખાબકતા અકસ્માત (Accident) સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાંજે 4:30 કલાકે સુરતનાં દંપતિની વેગેનોર કાર નંબર GJ.05 RP. 7848 જે કાલીબેલ થઈ બરડીપાડા તરફ જઈ રહી હતી. બરડીપાડાથી કાલીબેલ તરફ જતા માર્ગમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોય અહી ચાલક દ્વારા મોટા ખાડાઓ બચાવવા જતા વેગેનોર કાર માર્ગની સાઈડમાં આવેલા દસેક ફૂટ ઊંડા કોતરડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં વેગીનોર કારને જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં બન્ને દંપતીને ગંભીર ઈજાઓ પહોચતા પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની કાલીબેલ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. કાલીબેલથી બરડીપાડાને જોડતા માર્ગનાં નવીનીકરણ માટે ડાંગનાં સામાજિક કાર્યકર્તા ગીરીશ ગીરજલી દ્વારા સ્થાનિક તંત્ર સહિત મંત્રીઓને આવેદનપત્ર પાઠવી ઉકેલની માંગણી કરી હતી. પરંતુ તંત્રનાં પેટનું પાણી પણ નહીં હાલતા આ માર્ગમાં વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટનામાં ન સર્જાય તે પહેલા તંત્ર આળસ મરોડે તેવી લોકમાંગ ઉઠી છે.

Most Popular

To Top