Dakshin Gujarat

મહુવાના દેદવાસણ ખાતે બે બાઇક સામસામે ભટકાતાં એકનું મોત

અનાવલ: મહુવાના (Mahuva) ડુંગરી ગામે પાના ફળિયામાં રેહતો યુવાન પૃથ્વી કમલેશ ચૌધરી પોતાની મોટરસાઇકલ (Motorcycle) લઈ તા.15/11/2022 ને મંગળવારે સાંજે 7.30 વાગ્યાના અરસામા દેદવાસણ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ત્રણ રસ્તા નજીક એક મોટરસાઇકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઇકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુવાન પૃથ્વી ચૌધરીની મોટરસાઇકલને સામેથી ટક્કર (Hit) મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક પૃથ્વી ચૌધરીનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી નરોલી નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતાં પત્નીનું મોત, પતિનો બચાવ
હથોડા: સુરતના હીરાબાગ ખાતે રહેતા અને મૂળ પાલીતાણાના વાળકુંડ ગામના વતની દાનસંગ ઠાકર સોલંકી તેમની પત્ની મધુ (ઉં.વ.45)ને જીજે 05 એલએફ 3720 નંબરની બાઇક પર બેસાડી પાલીતાણાથી સુરત આવવા નીકળ્યા હતા. તેઓ કોસંબા નજીક મોટી નરોલી નજીક હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે સાંજે 7:30 વાગે અજાણ્યા ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતાં મધુબેન રોડ પર પટકાતાં ટ્રકનું વ્હીલ મધુબેનના માથા પરથી ફરી વળતાં મધુબેનનું મોત થયું હતું. જ્યારે દાનસંગભાઈનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ અંગે પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર ખાતે કાર ચાલકે બાઈક સવારોને અડફેટેના લેતા બન્નેના મોત
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના વડ ફળિયામાં રહેતા ચીમન સોમાભાઈ વસાવા અને તેમના મનીષ માધુભાઈ વસાવા બંનેય સંબંધમાં સાઢુ ભાઈઓ થાય છે. તેઓ ગત રાત્રીના મંગળવારના રોજ 10 વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ લઈને અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી સુરત તરફ જઈ રહ્યા હતાં. આ સમય દરમિયાન એક હુંડાઈ કારના ચાલકે ફૂલ ઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી લાવીને મોટર સાયકલ પરથી જતા બંનેય બાઈક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આજુ બાજુથી પસાર થતાં વાહન ચાલકો દોડી આવ્યા હતા.

Most Popular

To Top