Gujarat

કોગ્રેસે 37 ઉમેદવાદોની યાદી જાહેરાત કરી, બાયડમાંથી શંકરસિંહ વાઘેલાની ટિકિટ

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા આજે વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે તમામ 179 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 37 ઉમેદવારોની યાદીમાં પેટલાદના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલની ટિકીટ કપાઈ છે. જ્યારે બાયડ બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્રસિંહ વાઘેલા તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેવી જ રીતે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની સામે વિરમગામમાં લાખા ભરવાડને પુનઃ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બે મહિલાઓને ટિકિટ આપાય છે જેમાં અમદાવાદના નવરંગપુરામાં સોનલબેન પટેલ અને ગોધરામાં રસ્મિતા ચૌહાણને ટિકિટ અપાય છે.

કોંગ્રેસ દ્વારા 179 બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ અને એનસીબીનું ગઠબંધન હોવાથી આ ત્રણ બેઠકો એનસીપીને ફાળવવામાં આવી છે. તેથી કોંગ્રેસે તેના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

Most Popular

To Top