Dakshin Gujarat

માંડવીના મહુડી ગામ પાસેથી 13 ભેંસને ઉગારાઈ, ટ્રક મૂકી ચાલક ફરાર

માંડવી : માંડવી તાલુકાના મહુડી ગામ (Mahudi) પાસેથી પશુને (Animal) ગેરકાયદે રીતે ટ્રકમાં (Truck) ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાની બાતમીના આધારે પોલીસે (Police) વોચ ગોઠવી ટ્રકને પકડી પાડી 13 ભેંસનો ઉગારી ટ્રક સહિત રૂ.9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.માંડવી- ફેદરિયા રોડ પર આવેલા પીપલવાડા પાસે મહુડી ગામ પાસેથી ગેરકાયદે રીતે પશુ ભરીને ટ્રક પસાર થવાની હોવાની બાતમી મળતા જીવદયા પ્રેમી અને બજરંગ દળના સંયોજકોએ માંડવી પોલીસને જાણ કરી હતી. બીટના જમાદાર સનતભાઈ ગામીત તથા પોલીસ સ્ટાફ વોચમાં બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળી ટાટા એલપી ગાડી નં- GJ-09- z-1356 આવતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રક ચાલક પુર ઝડપે હાંકી મહુડી ગામની સીમમાં રોડની સાઈડમાં ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો.

ટ્રક ચાલક રોડની સાઈડમાં ટ્રક મૂકી ભાગી છૂટ્યો
પોલીસે તપાસ કરતા ગેરકાયદે 13 પશુઓને ખીચોખીચ, ટૂંકા દોરડા વડે બાંધેલા હતા. પોલીસે ટ્રક કિંમત રૂ.5 લાખ અને 13 ભેંસ કિંમત રૂ.4,55,000 મળી કુલ રૂ.9,55,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહુડી ગામ પાસેથી ગેરકાયદે રીતે પશુ ભરીને ટ્રક પસાર થવાની હોવાની બાતમી મળતા જીવદયા પ્રેમી અને બજરંગ દળના સંયોજકોએ માંડવી પોલીસને જાણ કરી હતી. બીટના જમાદાર સનતભાઈ ગામીત તથા પોલીસ સ્ટાફ વોચમાં બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળી ટાટા એલપી ગાડી નં- GJ-09- z-1356 આવતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ટ્રક ચાલક રોડની સાઈડમાં ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો.

Most Popular

To Top