World

‘મને પહેલાથી જ ખબર હતી કે મારા પર હુમલો થશે’: ઈમરાન ખાન

પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ(PTI) પ્રમુખ ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં થયેલા હુમલામાં તેઓને પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે તેઓને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા ત્યાર પછી આજરોજ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ કોન્ફરન્સમાં તેઓએ ચોંકાવનારી વાત જણાવી છે. તેઓએ જણાવ્યું કે તેઓને અગાઉથી જાણ હતી કે તેઓ ઉપર હુમલો થવાનો છે.  

જણાવી દઈએ કે આ ફાયરિંગમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન પર ગોળીબારના વિરોધમાં પાકિસ્તાનના તમામ નાના-મોટા શહેરોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ સિવાય અન્ય દેશોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન પર ગોળીબારથી લોકો નારાજ છે. ઈમરાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ લગાવતા ઈમરાન ખાને શાહબાઝ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓને સત્તા પરથી દૂર કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમને દૂર કરવા માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે પૈસાના જોરે મને સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈમરાન ખાને ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ સરકારનું નોકર છે. પરંતુ પંચે ઈમરાનને ચૂંટણીમાં હરાવવામાં મદદ કરી હતી. ઈમરાને જણાવ્યું કે અમે ઇવીએમ મશીન દ્વારા મતદાન કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ અમારા સૂચનને સ્વીકારવામાં આવ્યું ન હતું.

ઈમરાન ખાને કહ્યું કે પરવેઝ મુશર્રફનો માર્શલ લો ઉદારવાદી હતો. તેમણે કહ્યું કે એ માર્શલ લો કરતા પણ વધુ અત્યાચાર આજની સરકારમાં થઈ રહ્યા છે. તેઓ જેને ઈચ્છે છે, તેમને જેલમાં ધકેલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા સાત મહિનામાં પત્રકારો સાથે જે બન્યું તે પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. અરશદ શરીફ પાકિસ્તાનનો નંબર વન તપાસ રિપોર્ટર હતો. તેણે ગભરાવું નહીં કે ડરવું જોઈએ નહીં, જે થયું તે દેશ ક્યારેય માફ નહીં કરે. અરશદ શરીફ વેચાયો ન હતો. વઘારામાં ઈમરાને જણાવ્યું કે પરવેઝ મુશર્રફરે ધાર્મિક કાર્ડનો ઉપયોગ કરીને મારી વિરુદ્ધ સલમાન તાસીર જેવી હત્યાની યોજના ઘડી હતી. હું સામાન્ય લોકોમાંથી આવ્યો છું, મારી પાર્ટી લશ્કરી સંસ્થાન હેઠળ નથી બની. મેં 22 વર્ષ સુઘા સંઘર્ષ કર્યો છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈમરાને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે શાહબાઝ શરીફે પોલીસ એન્કાઉન્ટરમાં 900 લોકોને મોત આપી છે.

Most Popular

To Top