National

મહારાષ્ટ્રની રાજનિતીમાં યુદ્ધ: શિવસેનાએ ચૂંટણી ચિહ્ન અને નામ મેળવવા કરોડોની ડીલ કરી – સંજય રાઉત

નવી દિલ્હી: મહારાષ્ટ્રની (Maharastra) રાજનિતીમાં ભૂકંપ આવ્યો છે. શિવસેનાનું (Shivsena) નામ અને પાર્ટીનું (Party) ચિહ્ન શિંદે જૂથને આપવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ જોરમાં છે. શિવસેનાની પાર્ટીના ચિહ્ન અંગે વિવાદો ચાલી રહ્યાં છે. ભાજપ (BJP) તેમજ શિંદે ગ્રુપ પર ઉદ્ધવ પોતાના બોલીના બાણ સાધી રહ્યાં છે.

ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી શિવસેનાની કમાન્ડ, નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા પછી પણ એકનાથ શિંદે બેસી રહ્યા નથી. શિવસેનાને લઈને ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપવા માટે તે દરેક પગલા લઈ રહ્યા છે, જે તેમના માટે જરૂરી છે. હવે સમાચાર છે કે એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ જૂથ ચૂંટણી પંચના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

શિવસેના અંગે ચૂંટણી પંચના નિર્ણય બાદ તરત જ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાનો સંકેત આપ્યો હતો. માનવામાં આવે છે કે સોમવારે ઠાકરે જૂથ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. આવી સ્થિતિમાં ઠાકરે જૂથ દ્વારા કોઈ પગલું ભરે તે પહેલા જ શિંદે છાવણી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે.

આ જંગમાં હવે સંજય રાઉતે પણ જોરદાર એન્ટ્રી લીધી છે. તેણે શિવસેના ઉપર આરોપ લગાવતા રહ્યું છે કે શિવસેનાએ પોતાના નામ અને પાર્ટીના ચિહ્નને હાંસિલ કરવા માટે કરોડોની ડીલ કરી છે. સંજય રાઉતે આ અંગે એક ટ્વિટ કર્યું છે કે મને વિશ્વાસ છે કે ઈલેકશન સિમબોલ અને શિવસેનાનું નામ મેળવવા માટે 2 હજાર કરોડની ડીલ કરવામાં આવે છે. આ 100 ટકા સાચી વાત છે. દેશના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું હશે. જો કે આ અંગે નજીકના દિવસોમાં મોટા ખુલાસા થશે.

રાઉતે કહ્યું કે જ્યારે અમે પેગાસેસ કેસમાં અમારો અવાજ ઉઠાવ્યો ત્યારે અમને સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી અને હવે ચૂંટણી પંચે શિવસેના અને પાર્ટીનું ચિહ્ન શિંદે જૂથને સોંપી દીધું છે. આ દેશ જોઈ રહ્યો છે કે પીએમ મોદીની સરકાર દ્વારા તેના એક મિત્રને કેવી રીતે સમર્થન આપવામાં આવે છે.

આ પહેલા સંજય રાઉતે કહ્યું કે સ્ક્રીપ્ટ પહેલાથી તૈયાર જ હતી. દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે. અમને ખાતરી હતી કે પરિણામ અમારી તરફેણમાં આવશે, પરંતુ અંતે આવો ચમત્કાર થયો છે. લડતા રહો સંજય રાઉતે કહ્યું હતું કે ઉપરથી નીચે સુધી કરોડો રૂપિયા પાણીની જેમ વહી ગયા છે. તેમણે કહ્યું અમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જનતા અમારી સાથે છે. પરંતુ અમે લોકોના દરબારમાં નવું પ્રતીક લઈ જઈશું અને શિવસેનાને ફરી ઉભી કરીને બતાવીશું.

17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ સોંપી દીધું હતું. શિંદે જૂથે ચૂંટણી પંચના આ નિર્ણયને હૃદયપૂર્વક આવકાર્યો હતો. તેમણે તેને લોકશાહીની જીત ગણાવી, ચૂંટણી પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ લોકશાહીની જીત છે. લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ સત્યની જીત છે. આ બાળાસાહેબના વિચારોની જીત છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ લાખો કાર્યકરોની જીત છે. જયારે ઠાકરે સરકારે જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે.

Most Popular

To Top