Sports

ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી, જાડેજા બન્યો મેચનો હીરો

નવી દિલ્હી: ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે.  ભારતે દિલ્હી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું ભારત સિરીઝમાં 2-0ની જીતથી સરસાઈ મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યા હતા. તેમણે ઓસ્ટેલિયાની બીજી ઈનિંહમાં 42 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ નોટઆઉટ 31 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 અને વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા હતા.

હજુ બે ટેસ્ટ બાકી છે, તો ટ્રોફી અત્યારથી જ કેમ ભારતના નામે?
તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ સિરીઝમાં હજુ પણ બે ટેસ્ટ મેચ બાકી છે. પરંતુ તે પહેલા જ ટ્રોફી ભારતના નામે કઈ રીતે હોય શકે? જો કદાચ ઓસ્ટ્રેલિયા આ છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો પણ કરી શકે છે. તો ત્યારે પણ સવાલ એ થાય કે બે મેચ જીતવા પર પણ ટ્રોફી ભારત પાસે કેવી રીતે રહી શકે? આને જવાબ એ છે કે ભારત ગત BGT સિરીઝ પણ જીતી લીધી હતી. અને જ્યારે બે ટીમની વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાતી હોય અને સિરીઝ ડ્રો રહી હોય, તો આગલી સિરીઝ જીતનાર ટીમના નામે આ ટ્રોફી જાય છે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોતા લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 4-0થી ક્લિન સ્વીપ આપશે. તમને જણાવી દઈએ કે ભારતની પાસે આ ટ્રોફી 2017થી છે. ભારત છેલ્લે વર્ષ 2014-15ની BGT હાર્યું હતું. આ પછી 2016-17માં, 2018-19માં, 2020-21માં અને હવે આ વખતે પણ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પણ પોતાની પ્રથમ ઈનિંગમાં 262 રન બનાવ્યા હતા. એટલે કે ભારત માત્ર એક રનથી લીડ મેળવી શક્યું ન હતું. અક્ષર પટેલે 74 અને આર.કે. અશ્વિને 37 રનની ઇનિંગ રમી હતી. એક સમયે ભારતની 150 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી. આ પછી અક્ષર અને અશ્વિન વચ્ચે માત્ર 114 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયાને પરત લાવી.

જાડેજા બન્યો ટીમ ઈન્ડિયાની જીતનો હીરો
ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા બન્યો હતો. પહેલી ઇનિંગમાં જાડેજાએ 3 વિકેટ લીધી હતી અને 26 રન બનાવ્યા હતા. રવિનદ્ર જાડેજાએ કોહલી સાથે 59 રનની પાર્ટનરશિપ પણ કરી હતી. બીજી ઇનિંગમાં તો તેઓએ ધમાકો મચાવ્યો હતો. જાડેજાએ કુલ સાત વિકેટ ઝડપી ટેસ્ટ કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું.

Most Popular

To Top