World

વિશ્વકક્ષાએ પાકિસ્તાને પોતાની ઈમેજ ખરાબ કરી: તૂર્કીએ કહ્યું શા માટે તેણે પાકિસ્તાનની રાહત ન સ્વીકારી

નવી દિલ્હી: પાકિસ્તાનનું (Pakistan) અર્થતંત્ર કંગાળ થવાના આરે છે. પણ આવા સમયે પણ તે પોતાની હરકતો છોડી રહ્યું નથી. હાલમાં તૂર્કીમાં (Turkey) આવેલા ભૂકંપમાં પાકિસ્તાને રાહત મોકલી હતી પણ તૂર્કીએ પાકિસ્તાનની આ મદદ સ્વીકારી ન હતી જેનું કારણે એ હતું કે પાકિસ્તાને પોતાની રાહત સામગ્રી ઉપર તેનું લેબલ લગાવી દીધું હતું. પાકિસ્તાને ભૂકંપની તબાહીથી પીડિત તુર્કીમાં રાહત સામગ્રી મોકલી હતી. જેમાં 21 કન્ટેનર મોકલવામાં આવ્યા હતા, જેમાં શિયાળાના તંબુ, ધાબળા અને અન્ય આવશ્યક વસ્તુઓનો મોકલી હતી. જો કે આ તમામ વસ્તુઓ ઉપર પાકિસ્તાને લેબલ લગાવ્યાં હતા. પોતે ઉપકાર કરતું હોય તેવું બતાવવાના ચક્કરમાં વિશ્વકક્ષાએ પાકિસ્તાને પોતાની ઈમેજ જાતે ખરાબ કરી છે.

આ સાથે તૂર્કીમાં આફતના સમયે પાકિસ્તાનના પીએફ શહેબાઝ શરીફ તૂર્કી જવાનું કહ્યું હતું તે સમયે તૂર્કીએ તેમને યજમાની કરવાની ના પાડી હતી. તૂર્કીએ તરફથી આ અંગે એવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે તેનું પ્રશાસન દેશને પૂરમાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તે અન્ય કોઈ દેશના વડાપ્રધાનની યજમાની કરી શકે નહીં.

અફઘાનિસ્તાન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ મુદ્દો દેશની સુરક્ષા અને આતંકવાદી ખતરો
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શનિવારે કહ્યું હતું કે જો વચગાળાની અફઘાન સરકાર તેના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી જૂથો સાથે ચર્ચા કરવાની “ઈચ્છા અને ક્ષમતા” દર્શાવશે નહીં, તો આતંકવાદને પાકિસ્તાનમાંથી બહાર નીકળવામાં વધુ સમય લાગશે. જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદને સંબોધતા પીપીપી અધ્યક્ષે કહ્યું કે આ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ મુદ્દો દેશની સુરક્ષા અને આતંકવાદી ખતરો છે. બિલાવલે ખેદ વ્યક્ત કર્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાય અથવા અફઘાન સરકાર દ્વારા આ મુદ્દા પર પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નથી.

બિલાવલે કહ્યું કે ચિંતાની વાત એ છે કે જો આપણે અને વચગાળાની સરકાર આ જૂથોને ગંભીરતાથી નહીં લે અને તેઓ આતંકવાદી જૂથો પર કાર્યવાહી કરવાની ઈચ્છા અને ક્ષમતાનું પ્રદર્શન નહીં કરે તો તેઓ પહેલા આ પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરશે અને પછી ધીમે ધીમે તે બહાર સુધી પહોંચશે. તેમણે કહ્યું કે કાબુલમાં અમેરિકી સેનાના ગયા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં વધુ વધારો થયો છે. પણ હવે ક્યાંક પહોંચતાં વાર નહીં લાગે.

Most Popular

To Top