National

મધ્યપ્રદેશમાં ભાઈ મૃત બહેનની સળગતી ચિતા પર સૂઈ ગયો

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) સાગર પાસેના મઝગુવાન ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવકે તેની પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને આપઘાત (Suicide) કરી લીધો છે. કૂવામાં પડવાના કારણે બહેનનું મોત (Sister Death) થયું હતું. બહેનના મૃત્યુના સમાચાર મળતા તેનો પિતરાઈ ભાઈ (Cousin ) 430 કિ.મી. દૂરથી બાઈક પર ઘરે પાછો આવ્યો હતો અને સીધો સ્મશાન ઘાટ પહોંચ્યો હતો, જ્યાં પ્રણામ કરી બહેનની સળગતી ચિતા પર જઈને સૂઈ ગયો હતો. દાઝી જવાના લીધે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું.

જ્યોતિ ઉર્ફે પ્રીતિ (21) ગુરુવારે સાંજે 6 વાગે ખેતરે ગઈ હતી, પરંતુ ત્રણ કલાક સુધી પરત આવી ન હતી. જ્યોતિના મોટા ભાઈ શેરસિંહ ઠાકુરે જણાવ્યું કે ખેતરમાં શાકભાજી વાવે છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા જતી, પણ મોડે સુધી પાછી ન આવી એટલે અમને લાગ્યું કે તે કોઈ મિત્રના ઘરે ગઈ હશે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ગામમાં શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. જ્યોતિના પિતા ભોલે સિંહ શુક્રવારે સવારે 9 વાગે ખેતરમાં ગયા હતા. તેઓને શંકા હતી કે જ્યોતિ કૂવામાં તો પડી નથી તેથી કૂવામાં મોટર મૂકીને પાણી ખાલી કરાવ્યું હતું. બે કલાક બાદ 11 વાગે કુવામાં જ્યોતિના કપડા જોવા મળતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યોતિની લાશને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. આ વાતની જાણ ધારમાં રહેતા જ્યોતિના પિતરાઈ ભાઈ કરણ ઠાકુર (18)ને થતાં તે બાઇક પર સાગર જવા નીકળ્યો હતો.

બહેરિયા પોલીસ સ્ટેશનના પ્રભારી દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, જ્યોતિનો મૃતદેહ શુક્રવારે સાંજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ પછી પરિવારે ગામ પાસેના સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા. જ્યોતિના મોટા ભાઈ શેર સિંહે જણાવ્યું કે શુક્રવારે સાંજે 6 વાગે અંતિમ સંસ્કાર કર્યા બાદ ગામના તમામ લોકો ઘરે પરત ફર્યા હતા. ત્યાં સુધી કરણ ઠાકુર ત્યાં પહોંચ્યો ન હતો.

શનિવારે સવારે 11 વાગ્યે ગામના કેટલાક લોકોએ જણાવ્યું કે તેનો ભાઈ જ્યોતિની ચિતા પાસે આગમાં સળગી ગયો છે. કરણ ધારથી અવારનવાર મઝગુવાણ ગામ આવતો હતો, તેથી ગામના કેટલાક લોકો કરણને ઓળખતા પણ હતા.
ધાર જિલ્લાના ધરમપુરી તહસીલના ખલઘાટ ગામમાં કરણના દાઝી જવા અંગે તેના પિતા ઉદય સિંહને જાણ કરી. તેણે જણાવ્યું કે તેની બહેનના મૃત્યુની માહિતી મળતાં જ કરણ શુક્રવારે સાંજે જ તેની બાઇક પર સાગર જવા નીકળ્યો હતો. શેર સિંહે કહ્યું કે કરણ શનિવારે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે સ્મશાન પહોંચ્યો હશે અને તેની બહેનની સળગતી ચિતા પર સૂઈ ગયો હશે. 11 વાગ્યાની આસપાસ ગ્રામજનોએ તેને સળગેલી હાલતમાં જોયો હતો. પછી તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ કરણનું રસ્તામાં જ મોત થઈ ગયું.

શનિવારે બપોરે કરણનું મોત નિપજતાં તેના મૃતદેહને પણ પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. શનિવારે સાંજે, પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યો, પરંતુ ત્યાં સુધી કરણના માતા-પિતા ધારથી સાગર સુધી પહોંચી શક્યા ન હતા. રાત્રે માતા-પિતા મજગુવાણ ગામે પહોંચ્યા. ત્યારબાદ રવિવારે સવારે તેમની હાજરીમાં પરિવારે બહેન જ્યોતિની ચિતા પાસે કરણના અંતિમ સંસ્કાર કર્યા હતા.

થાણા બહેરિયાના ટીઆઈ દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે જ્યોતિ ઉર્ફે પ્રીતિ (21) કૂવામાંથી પાણી ભરી રહી હતી. લપસી જવાથી તે કૂવામાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ પછી તેનો પિતરાઈ ભાઈ કરણ ધારથી મજગુવાન ગામ પહોંચ્યો અને તેની બહેનની સળગતી ચિતામાં સૂઈ ગયો. તે ખરાબ રીતે દાઝી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને કેસમાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top