National

લખનઉ: હિન્દુ યુવા સભાના રાષ્ટ્રિય અધ્યક્ષે આત્મહત્યા કરી, 4 પાનાની સુસાઇડ નોટમાં મળ્યુ મૃત્યુનું કારણ

લખનઉ: દક્ષિણ લખનઉમાં (South Lucknow) આજે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. અહીં હિન્દુ યુવા સભાના રાષ્ટ્રિય અધ્યક્ષે (National President of Hindu Yuva Sabha) પોતાના મોઢામાં પિસ્ટલ રાખી આત્મહત્યા (suicide) કરી લેતા ચકચારી મચી ગઇ છે. બનાવ આજે 3 માર્ચે સોમવારના દિવસે બન્યો હતો. જ્યારે દક્ષિણ લખનઉના હિન્દુ યુવા સભાના રાષ્ટ્રિય અધ્યક્ષ આદિત્ય મિશ્રાએ (Aditya Mishra) પોતાની જ કોર્પોરેટ ઓફિસમાં પોતાના જીવનને કરૂણ અંત આપ્યો હતો.

  • હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદિત્ય મિશ્રાએ કરી આત્મહત્યા
  • લખનઉના ગોસાઈગંજ મૌલીની ઘટના
  • ઘટનાસ્થળેથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી
  • પોલીસ હત્યા અને આત્મહત્યાના રહસ્યમાં ફસાઈ, તપાસ ચાલુ

પ્રાપ્ત વિગતો મુજબ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદિત્ય મિશ્રાએ આત્મહત્યા કરી લીધી છે. આદિત્ય મિશ્રાએ પોતાની કોર્પોરેટ ઓફિસમાં પિસ્તોલ વડે આત્મહત્યા કરી લીધી હતી. તેમજ ઘટનાસ્થળેથી ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. તેમજ આદિત્યએ પિસ્તોલની બેરલ મોંમાં મૂકીને ગોળી ચલાવી દીધી હતી. આદિત્ય મિશ્રા લખનઉના અલગ-અલગ વિસ્તારોમાં પ્રોપર્ટીનો ધંધો કરતો હતો. તેમજ તેને પ્રોપર્ટીમાં રોકાણકારોના દબાણથી દુઃખ થયું હતું. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.

તપાસમાં કરી રહેલી પોલીસને મળેલી માહિતી અનુસાર લખનઉના ગોસાઈગંજ મૌલીના રહેવાસી પ્રોપર્ટી ડીલર આદિત્ય મિશ્રાનો મૃતદેહ સુશાંત ગોલ્ફ સિટીમાં ઓફિસમાં ખુરશી પર લોહીથી લથપથ મળી આવ્યો હતો. તેમજ તેની સામે ટેબલ ઉપર પિસ્તોલ પડેલી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ફોરેન્સિક ફીલ્ડ યુનિટને બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે પિસ્તોલ કબ્જે કરી છે.

હાલ પોલીસે મૃતદેહને પોતાના કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ પોલીસ હત્યા અને આત્મહત્યાના રહસ્યમાં ફસાઈ છે. આ સાથે જ પોલીસે ઓફિસમાં લગાવેલા સીસીટીવીના ડીવીઆરનો પણ કબ્જો મેળવી હત્યા અને આત્મહત્યા સહિતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી અને જો ઘટના અંગે કોઈ ફરિયાદ મળશે તો FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યા કે આત્મહત્યાનું રહસ્ય બહાર આવશે.

Most Popular

To Top