National

PM મોદીએ કર્યુ દ્વારકા એક્સપ્રેસ વે સહિત 112 મોટા નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું (Dwarka Expressway) ઉદ્ઘાટન કર્યું. PMએ અહીં ગુરુગ્રામમાં દેશભરમાં આશરે રૂ. 1 લાખ કરોડના મૂલ્યના 112 મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (National Highway Projects) અને શિલાન્યાસ કર્યું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સીએમ મનોહર લાલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે દ્વારકા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું.

પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરાયા બાદ આનાથી દિલ્હી અને ગુરુગ્રામના લોકો માટે પરિવહન સરળ બનશે. સમગ્ર હરિયાણાના લોકોને દિલ્હી સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આનાથી ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવામાં અને નેશનલ હાઈવે-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેનો ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે. આ એક્સપ્રેસ વે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને હરિયાણાના લોકોને ગુરુગ્રામ બાયપાસ સાથે સીધી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. જણાવી દઈએ કે દિલ્હી-હરિયાણા વચ્ચે બનેલા દ્વારકા એક્સપ્રેસ વે એ વિશ્વ કક્ષાના એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે.

દેશનો પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે
દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે છે. તેની કુલ કિંમત 5269 કરોડ રૂપિયા છે. આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 29.5 કિલોમીટર છે. આ સાથે આ દેશનો પહેલો એલિવેટેડ એક્સપ્રેસવે છે જે એક જ પિયર પર બનેલો છે. આમાં દેશની પ્રથમ 3.6 કિમી લાંબી 8 લેન પહોળી શહેરી ટનલનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતનું પ્રથમ ચાર-સ્તરનું ઇન્ટરચેન્જ 2 સ્થળોએ બનાવવામાં આવ્યું છે અને 9 સ્થળોએ ત્રણ-સ્તરની ઇન્ટરચેન્જ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય ઇન્ટરચેન્જ એલિવેટેડ સર્વિસ રોડ દ્વારા જોડાયેલા છે.

દ્વારકા એક્સપ્રેસ વે શરૂ થયા બાદ હરિયાણાના લોકોનો દિલ્હી અને દિલ્હીથી હરિયાણાના લોકોની અવરજવર સંપૂર્ણપણે સરળ થઈ જશે. આ સાથે તમે દ્વારકાથી માત્ર 15 મિનિટમાં માનેસર પહોંચી જશો. જ્યારે માનેસરથી IGI એરપોર્ટ પહોંચવામાં તમને માત્ર 20 મિનિટનો સમય લાગશે. જ્યારે માનેસરથી સિંધુ બોર્ડર જવા માટે માત્ર 45 મિનિટનો સમય લાગશે. આનો ઉપયોગ કરીને દિલ્હીથી ગુરુગ્રામની મુસાફરીમાં માત્ર 25 મિનિટનો સમય લાગશે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે. આ સાથે ગુરુગ્રામના 35 થી વધુ સેક્ટર અને લગભગ 50 ગામોને સીધો લાભ મળશે. આ ઉપરાંત વેપારીઓને ઓછા સમયમાં માલની ડિલિવરી અને ઈંધણનો ઓછો વપરાશ જેવા લાભો પણ મળશે. તેના નિર્માણથી દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને અહીંના જામમાંથી પણ રાહત મળશે.

Most Popular

To Top