National

લખનઉથી કલકત્તા જઈ રહેલી એરએશિયાની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: લખનઉથી (Lucknow) કલકત્તા (Calcutta) જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટને પક્ષી (Bird) અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું. આ દુર્ઘટના ફ્લાઈટના ટેક-ઓફ (Take Off) દરમિયાન થઈ હતી. જાણકારી મુજબ પક્ષીની ટક્કરથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી જો કે તે ટળી હતી. હાલ મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
  • 15 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી ઘટનામાં અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું
  • 6 ઓક્ટોબરે કલકત્તામાં તુર્કીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

આવી જ એક ઘટના 15 ઓક્ટોબર 2022ના રોજ બની હતી, જ્યારે અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. તે સમયે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હચું. કેબિનમાં કોઈક વસ્તુની સળગવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જ્યારે અકાસા એરલાઇન્સના બોઇંગ VT-YAE એરક્રાફ્ટે ઉડાન ભરી ત્યારે તેનું એન્જિન સામાન્ય રીતે કામ કરી રહ્યું હતું, પરંતુ કેબિનમાંથી અચાનક સળગતી ગંધ આવવા લાગી હતી. આકાસા એરલાઈન્સની ફ્લાઈટ મુંબઈથી બેંગ્લોર જઈ રહી હતી. સળગી જવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને મુંબઈ પાછી ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હતું. એન્જીનમાં પક્ષીના અવશેષો મળી આવ્યા હતા.

આ પહેલા 6 ઓક્ટોબરે કલકત્તામાં તુર્કીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન ઈસ્તાંબુલથી સિંગાપોર માટે ઉડ્યું હતું, પરંતુ ફ્લાઈટની વચ્ચે જ એક પેસેન્જરની તબિયત લથડી હતી, જેના પછી ફ્લાઈટનું કલકત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Most Popular

To Top