National

400 KG વજન અને 4 ફૂટની ચાવી… અલીગઢના કારીગરે રામ મંદિર માટે તૈયાર કર્યું હાથથી બનાવેલું આ ખાસ તાળું

અયોધ્યા: હાથથી બનાવેલા તાળાઓ (Lock) માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર (Rammandir) માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું તાળું તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024માં ભક્તો માટે આ તાળું ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડી હતી. અલીગઢના સત્યપ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિર સત્તાવાળાઓને 400 કિલો વજનનું તાળું સોંપવાની તૈયારી કરી રહ્યા છે.

સત્ય પ્રકાશ શર્માએ કહ્યું કે તેમનો પરિવાર એક સદી કરતા પણ વધુ સમયથી હાથથી બનેલા તાળાઓ બનાવી રહ્યું છે. તેઓ અલીગઢમાં 45 વર્ષથી વધુ સમયથી તાળાઓ બનાવી રહ્યા છે. સત્ય પ્રકાશે વધુમાં કહ્યું કે રામ મંદિરને ધ્યાનમાં રાખીને તેમણે ચાર ફૂટની ચાવી સાથે એક વિશાળ તાળું તૈયાર કર્યું છે. તે 10 ફૂટ ઊંચું, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઈંચ જાડું છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં દર વર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શનમાં રાખવામાં આવશે. શર્માએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ તાળું પરફેક્ટ હોય. આ મારા માટે ‘પ્રેમનો શ્રમ’ છે. મારી પત્ની રૂકમણીએ પણ આ કામમાં મદદ કરી છે.

સત્યપ્રકાશએ જણાવ્યું કે આ લોક બનાવવામાં તેમને લગભગ 2 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. તેણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં ફેરવવા માટે સ્વેચ્છાએ પૈસાની બચત કરી આ તાળું તૈયાર કર્યું હતું. તેમણે કહ્યું કે હું દાયકાઓથી તાળા બનાવવાનો ધંધો કરી રહ્યો છું તેથી મેં રામ મંદિર માટે એક વિશાળ તાળું તૈયાર કરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું આવું તાળું આ પહેલા કોઈએ બનાવ્યો નથી.

તાળા બનાવનાર સત્ય પ્રકાશ શર્માની પત્ની રૂકમણીએ કહ્યું કે ‘અગાઉ અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ તેનાં કરતા પણ મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું હતું તેથી અમે હવે રામમંદિર માટે આ તાળું તૈયાર કર્યું છે. હાલ આ તાળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top