Surat Main

સુરતમાં મતદારોમાં ઉત્સાહની કમી, બપોર સુધી માત્ર 15 ટકાને આસપાસ મતદાન થવાનો અંદાજ

ગુજરાતની મહાનગરપાલિકાઓ પૈકીની સૌથી વધુ રાજકીય ઉતરચડાવ જોતી સુરત પાલિકામાં ( surat palika ) આજે સવારથી જ રાજકીય પાર્ટી ( political party) ઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી પ્રચાર પ્રસાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક ( election booth) સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

દરેક પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીના આગેવાનને જિતાડવા માટે આજે છેલ્લા સમય સુધી પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ ( bhajap ) ના અને કોંગ્રેસના ( congress) કેટલાક નેતાઓ સવારથી જ મતદાન કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકીય પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર મતદારોને મતદાન મથક સુધી લઈ જવાનો છે.

તમામ મતદાન બૂથ ઉપર કોઈ પણ તકલીફ ઊભી ન થાય તે માટે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબ્સ્ત ઊભો કરાયો છે. તમામ બુથો ઉપર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અને સવારથી જ કોરોના ગાઈડલાઈન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે.મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ચૂંટણીમાં કુલ 4400 ઈવીએમ મશીનો મતદાન મથકો પર મૂકી દેવામાં આવ્યાં છે. કોઈ મશીનમાં ખરાબી નીકળે તો એક્સ્ટ્રા મશીન પણ મૂકી દેવામાં આવ્યાં છે.રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મતદાન કર્યું હતું. તેમણે ટ્વિટ મારફતે લોકોને મત આપવાની અપીલ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top