બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે જુહુમાં અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ”પ્રતીક્ષા” બંગલાની (Pratiksha Bungalow) કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં...
નવી દિલ્હી(New Delhi): એપલનો માર્કેટ (Apple Market) કેપ 3 ટ્રિલલિન ડોલરને આંબી ગયો છે. આ માર્કેટ કેપ ભારતના (Indian Economy) અર્થતંત્ર કરતાં...
પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા અકળામુખી હનુમાન મંદિરની (Temple) પાસેથી પસાર થતા જોળવા ગામે જતા રોડ પર એક યુવક ગતરોજ મોડી સાંજના સુમારે...
ફ્રાન્સ: અમેરિકામાં (America) ઓમિક્રોનનું (Omicron) પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અમેરિકામાં કોરોનાના (corona) કેસમાં પણ ધારદાર ઉછાળો આવ્યો છે. અમેરિકાના...
ગાંધીનગર : રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. હેડ કલાર્ક પેપરલીક કાંડને (Head clerk paper leak scam) બહાર પાડનાર...
સુરત : (Surat) ઉધનામાંથી માતાની (Mother) પાછળથી જ તેની સગીર પુત્રીનું (Daughter) અપહરણ (Kidnap) કરી અમદાવાદ તેમજ અન્ય જગ્યાએ લઇ જઇને બળાત્કાર...
સુરત: (Surat) ઉધનામાં પાડોશી મહિલાઓ વચ્ચે ઘરની બહાર પાણી (Water) ફેંકવાના મુદ્દે ઝઘડો (Quarrel) થયો હતો. આ ઝઘડામાં શાહુ દંપતિને એક વર્ષની...
સુરત: (Surat) સુરત મનપાના દબાણ સ્ટાફ પર હુમલાની ઘટના એસઆરપીની ટુકડી આવ્યા બાદ પણ ઓછી થઇ નથી. સોમવારે વરાછા ઝોનમાં (Varachah Zone)...
નવી દિલ્હી: (New Delhi) કોરોના સંક્રમણના (Corona transition) વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) લાદવાનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો...
અંકલેશ્વર: સોમવારે અંકલેશ્વરમાં કરૂણાજનક ઘટના બની ગઈ. અહીં એક યુવક રડતી આંખે લારી ખેંચીને જઈ રહ્યો હતો. લઘરવઘર દેખાતો યુવક લારીમાં સામાન...
સુરત: કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) શરૂ થઈ ચૂકી છે. શહેરમાં રોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, તેમ છતાં...
સુરતઃ (Surat) સુરતમાં માસૂમ બાળકી (Girl) પર બળાત્કારની (Rape) વધુ એક ઘટના બની છે. કામધંધાની શોધમાં સુરત આવેલા એક બિહારી યુવકે એક...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને રસી મૂકવાની મંજૂરી આપ્યા બાદ સુરત (Surat)માં પહેલાં દિવસે 40 હજારની સામે...
ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે...
સુરત : (Surat) બળાત્કાર (Rape) અને હત્યા (Murder) જેવા ગંભીર ગુનામાં (Crime) ફાંસીની સજા (Death penalty) પામેલા ચાર કેદીઓ (Prisoner) હાલમાં લાજપોર...
આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન...
એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં...
સુરત: (Surat) સુરતમાં 15 વર્ષીય સગીરાએ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પાંડેસરામાં રહેતી સગીરાને લગ્ન માટે દબાણ કરાતું...
ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના અન્ડર ગ્રેજ્યુએટના મહત્ત્વના સેમેસ્ટરની પરીક્ષાઓ લેખિત સ્વરૂપે રેગ્યુલર પધ્ધતિથી સંપન્ન કરી. વીર નર્મદ યુનિ. સુરત હવે...
દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( CM Arvind Kejriwal)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. કેજરીવાલે જાતે સવારે 8.11 વાગ્યે...
આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે નવું આંતરરાષ્ટ્રીય વર્ષ શરૂ થયાને ત્રણ દિવસ થઇ પુરા થઇ ચુક્યા હશે. વીતેલું ૨૦૨૧નું વર્ષ પણ...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં...
ખભાંત : ખભાંતમાં એકાએક શંકાસ્પદ બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે દવાખાનાઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ખંભાતમાં ખાનગી તથા સરકારી...
નડિયાદ: ડાકોરના વોર્ડ નં ૭ માં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલર દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેલિફોનિક અને રૂબરૂ...
વડોદરા : વડોદરા શહેરમાં 79 શાળાઓમાં 15 થી 18 વર્ષના વયજુથના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. ચારેય ઝોનમાં આવેલ શાળાઓમાં વિધાર્થીઓને...
વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટમાં જૂની અદાવતને લઇને બે વેપારીઓ વચ્ચે મારામારી થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વિસ્તારમાં માહોલ તંગ બનતા...
સુરત: કાપડની વેલ્યુ ચેઇનમાં 12 ટકાનો જીએસટીનો દર (GST rate) સ્થગિત રાખવામાં આવતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (South Gujarat Textile Traders...
વડોદરા : અનગઢ ગામમાં પડોશી યુવાનો વચ્ચે ગાળો બોલવાની બાબતે તકરાર થતા લાકડાનું ડામચિયો કાઢીને પડોશીએ યુવાનના માથામાં જોશભેર ફટકારીને મોતને ઘાટ...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોના પોઝિટિવના નવા 87 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ...
વડોદરા : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે, પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.