Top News

એપલ બની વિશ્વમાં 3 ટ્રિલયન ડોલરની પ્રથમ કંપની

નવી દિલ્હી(New Delhi): એપલનો માર્કેટ (Apple Market) કેપ 3 ટ્રિલલિન ડોલરને આંબી ગયો છે. આ માર્કેટ કેપ ભારતના (Indian Economy) અર્થતંત્ર કરતાં ઘણુ વધુ છે. વર્ષ 2022ના પ્રથમ સત્ર એટલે કે સોમવારે (Monday) એપલનો માર્કેટ કેપ (Market cap) ઈતિહાસમાં (History) પ્રથમ વખત 3 ટ્રિલિયન ડોલર એટલે કે 3 લાખ કરોડ ડોલરને (આશરે 224 લાખ કરોડ રૂપિયા) આંબી ગયો હતો. તે વૉલમાર્ટ (Walmart) અને નેટફ્લિક્સથી (Netflix) પણ મોટી કંપની (Company) બની છે.

  • વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની
  • એક ગેરેજથી શરૂ થઈ આ કંપની હવે 3 ટ્રિલિયન ડોલરની થઈ છે
  • ભારત અને બ્રિટનની જીડીપી કરતાં વધુ વેલ્યુ
  • વૉલમાર્ટ અને નેટફ્લિક્સથી પણ મોટી કંપની બની

વર્ષના પ્રથમ ટ્રેડ સેશનના પ્રથમ દિવસે સિલિકોન વેલીની (Silicon Valley) આ કંપનીના શેર 182.88 ડોલરના ઈંટ્રાડે રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચ્યા હતાં જેના પગલે એપલની માર્કેટ વેલ્યુ 3 ટ્રિલિયન ડોલરથી થોડી ઉપર થઈ હતી. તેના શેરમાં 2.5 ટકાનો વધારો થયો હતો અને તે 182.01 ડોલર પર બંધ થયો હતો તે સમયે એપલની માર્કેટ કેપિટલાઈઝેશન 2.99 ટ્રિલિયન ડોલર હતી. વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીએ તે સીમાચિન્હ પર પહોંચી છે જ્યાં પહોંચવાની રોકાણકારોએ શરત લગાવી હતી અને કહ્યું હતું, ગ્રાહકો આઈફોન, મેકબુક અને એપલ ટીવી અને એપલ મ્યૂઝિક જેવા સેવાઓ માટે ચૂકવણી કરવાનું ચાલુ રાખશે.

માત્ર 16 મહિનામાં 1 ટ્રિલિયન ડોલર વેલ્યુ વધી

વર્ષ 1976માં કેલિફોર્નિયામાં એક ગેરેજથી શરૂ થઈ આ કંપની હવે 3 ટ્રિલિયન ડોલરની થઈ છે. એપલે ઓગસ્ટ 2018માં 1 ટ્રિલિયન ડોલરનો જાદુઈ આંકડો સ્પર્શયો હતો. આ સિદ્ધિ હાંસલ કરવામાં તેને 42 વર્ષનો સમય લાગ્યો હતો. તેના 2 વર્ષ બાદ કંપનીની વેલ્યુ 2 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ હતી. જ્યારે કે 3 ટ્રિલિયન માર્કેટ વેલ્યુ થવામાં કંપનીને માત્ર 16 મહિના અને 15 દિવસ લાગ્યા હતાં.

એપલે આ સિદ્ધી હાંસલ કરી ભારત અને બ્રિટનને પાછળ મૂકી દીધાં છે. બ્રિટનનું જીડીપી 2.83 ટ્રિલિયન ડોલર (આશરે 211 લાખ કરોડ રૂપિયા) જ્યારે ભારતનું જીડીપી આશરે 2.65 ટ્રિલિયન ડોલર (આશરે 197 લાખ કરોડ રૂપિયા) છે.

Most Popular

To Top