uncategorized

ડરીશું નહીં, અમે ‘કોરોના’ને હરાવીશું

વડોદરા : વડોદરા શહેરમાં  79 શાળાઓમાં 15 થી 18 વર્ષના વયજુથના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. ચારેય ઝોનમાં આવેલ શાળાઓમાં વિધાર્થીઓને આપવામાં આવેલ રસીકરણ વખતે આરોગ્ય  અધિકરીઓ સહિત રાજકારણીઓ ઉપસ્થિતિ રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.  વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ જીપીએસ સ્કૂલ ખાતેના વેકસીન સેન્ટર ખાતે મેયર કેયુર રોકડીયાના પુત્રી દિયા રોકડીયાને વેકસીન આપવામાં આવી હતી. જ્યાં ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, મેયરના પત્ની શ્રેયા રોકડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત  જિલ્લા પંચાયતના અધિક જિલ્લા  આરોગ્ય  અધિકારી ડો. ઉદય તિલાવતની પુત્રી માંજલપુર સ્થિત હેલી જે ધોરણ 10માં ભણે છે તેણે પણ કોરોનાથી રક્ષણ આપતી રસી લીધી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા   રસીકરણના ચાર દિવસ દરમિયાન 96,660  બાળકોને રસી મુકવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.   પ્રથમ દિવસે 20,000ના લક્ષ્યાંક સામે  19,128 વિધાર્થીઓને  રસી મુકવામાં આવી હતી.જે બાળકો શાળાએ નથી આવતા તે અર્બન હેલ્થ સેન્ટર પર જઈ વેકસીન  લીધી હતી વડોદરા શહેર અને જિલ્લામાં ૩ જાન્યુઆરી સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોર ને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.

 શહેર-જિલ્લાની ૪૫૦ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨માં ભણતા દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વડોદરા કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સ્કૂલોમાં જઈને રસી આપશે. સવારે ૯-૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી સ્કૂલોમાં રસીકરણ હાથ ધરવામાં આવશે. દરમિયાન વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને ફોન કરીને જે-તે તારીખે સ્કૂલમાં રસી લેવા માટે હાજર રહેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.સ્કૂલોમાં  ૩ જાન્યુઆરીથી રસીકરણ થશે અને ચાર દિવસ સુધી ચાલશે.  ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનુ રસીકરણ કરવાનુ હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની અને ખાનગી કોલેજોની પોલીટેકનિકના વિદ્યાર્થીઓને પણ આ અભિયાનમાં આવરી લેવાયા છે.

પાલિકાના ડે  કમિશનર ડો સુધીર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં સરકારી અને ખાનગી 245 સ્કૂલો આવેલી છે. જેમાં સોમવારના રોજ 79 સ્કૂલોમાં વેકસીનેસન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ,વાલી અને સ્કૂલના સંચાલકો વેકસીનેસન ને લઈ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.પાલિકાની 200 ટીમ દ્વારા અલગ-અલગ સ્કૂલોમાં કામગીરી કરવામાં આવી રહી છે.જોકે એક તબક્કે ઓટીપી નંબર ન આવે તો પણ વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવામાં આવે છે.સોમવાર ના રોજ  શહેર માં 20,300 વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

બાળકોના રસીકરણને લઈ વાંધો ઉઠાવતી જન આંદોલન સમિતિનું ચેતવણી ભાગરુપે પત્રિકા અભિયાન

15 થી18 વર્ષની ઉમરના લોકો માટે શરૂ કરવામાં આવેલ વેક્સિનેશન બાળકોના સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે જે અંગે જન આંદોલન સમિતિના ડો.માયા વલેચાએ પત્રિકા અભિયાન શરૂ કર્યું છે. ફરી એકવાર કોરોના મહામારી તથા નવા વેરિએન્ટે માથું ઉંચક્યુ છે.ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં 15 થી18 વર્ષના બાળકો માટે આજથી વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. તો બીજી તરફ જન આંદોલન સમિતિના ડો.માયા વલોચે એક પત્રિકા અભિયાન દ્વારા બાળકોના ભવિષ્ય માટે જોખમી રસીકરણ ન મૂકાવવા એક મુહિમ શરૂ કરી છે. તમના જણાવ્યા અનુસાર કેટલાય દેશોમાં અભ્યાસ દ્વારા સાબિત થયું છે કે શાળાના તથા નાના બાળકોને માસ્ક તથા સોશિયલ ડિસ્ટેન્સિંગ વિગેરે નિયમો થોપાયા નથી છતાં તેઓને કંઇ થયું નથી. ઓસ્ટ્રેલિયામા થયેલા એક અભ્યાસ મુજબ બાળકોને કોરોના થાય તો તે બહુ સામાન્ય થાય છે અને તેનાથી મોટેરાંઓમા ફેલાતો નથી.

સાથે જોખમી પણ નથી,ડેન્માર્કમાં શાળાઓમાં માસ્ક વિના જ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના રિપોર્ટ મુજબ વીસ વર્ષથી નીચેના બાળકોને કોરોના થતો નથી અને થાય તો પણ સાવ સામાન્ય જે જોખમી બિલકુલ નથી. જેને કોઇ ગંભીર અન્ય બિમારી હોય તો જ અસર થઇ શકે છે. ત્યારે ભારતમાં બાળકોને રસીકરણ ઝૂંબેશની કામગીરી તબીબી જાણકાર સંમતિ પ્રક્રિયાને અનુસર્યા વિના કરવામાં આવી રહી છે. દુનિયાભરમા કોવીડ 19 થી બાળકોના મૃત્યુ માટે તબીબી જાણકાર સંમતિની અવગણનાએ મોટું કારણ છે.ડો.ગુલેરિયાએ પણ આ અંગે ચેતવણી આપી છે. બાળકોને રસી આપવા સહમતથાઓ છો.પરંતુ હજી સુધી USDFA અને DCG દ્વારા સંપૂર્ણ મંજૂર કરેલ નથી તેથી બાળકોના સ્વાસ્થ્ય અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વેક્સિન ન લેવા માટે ચેતવણી રુપે પત્રિકા અભિયાન શરૂ કર્યું છે.

Most Popular

To Top