Dakshin Gujarat

યુવક માતાની લાશ લારીમાં લઈ જઈ રહ્યો હતો, હકીકત ખબર પડી ત્યારે લોકોની આંખો પણ ભીની થઈ ગઈ

અંકલેશ્વર: સોમવારે અંકલેશ્વરમાં કરૂણાજનક ઘટના બની ગઈ. અહીં એક યુવક રડતી આંખે લારી ખેંચીને જઈ રહ્યો હતો. લઘરવઘર દેખાતો યુવક લારીમાં સામાન લઈ જતો હશે તેમ લોકો માની તેને ઈગ્નોર કરી રહ્યાં હતાં, પરંતુ ખરેખર તો યુવક સામાન નહીં દુ:ખોનો પહાડ લારી પર લાદીને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. તેની માતાનું નિધન થયું હતું. મૂકબધિર એવા યુવક પાસે રૂપિયા અને કોઈ મિત્ર પણ નહીં હોય તે લારીમાં માતાના મૃતદેહને મૂકી તેની પર કપડું ઓઢાવી રસ્તા પરથી ખેંચીને સ્મશાન જઈ રહ્યો હતો, પરંતુ વ્યસ્ત જીંદગીમાં લોકો પાસે તે ગરીબ યુવકનું દુ:ખ જાણવા સાંભળવાનો કોઈ જ સમય નહોતો.

એશિયાની (Asia) સૌથી મોટી ઔદ્યોગિક વસાહત (Industrial estate) ગણાતા અંકલેશ્વરમાં (Ankleshwar) હજારોની સંખ્યામાં ભીક્ષુકો (Beggars) વસવાટ કરે છે. તેઓ બે ટંકનું ભોજન (Food) મેળવવા રઝળપાટ કરતા રહે છે. આથી તેમની ગતિવિધિઓ પણ કોઇ ખાસ ધ્યાન આપતું નથી. સોમવારે એક ભિક્ષુક લારી ખેંચતો ખેંચતો પ્રતીન ચોકડીથી ભરૂચ તરફ જઇ રહ્યો હતો. રાહદારીઓ તથા વાહનચાલકોને એમ લાગ્યું કે, લારીમાં (Larry) તેનો સામાન હશે. પણ લારીમાં સામાન ન હતો.

લારીમાં તેની માતાનો મૃતદેહ હતો. મૂકબધિર યુવાન (Deaf young man) અને તેની માતા અંકલેશ્વરમાં ભીક્ષા માંગી જીવનનો ગુજારો કરતા હતા. અચાનક તેની માતાનું નિધન (Mother’s death) થયું અને તે મૃતદેહ (Dead body) લઇને સ્મશાનની (Cemetery) વાટે નીકળી પડ્યો હતો. પોતે મૂકબધિર હોવાથી તે કોઇને કહી પણ ન શક્યો કે તેની વહાલસોયી માં હવે દુનિયામાં નથી રહી. આખરે એક વ્યક્તિ આ મૂકબધિરની વ્યથાને સમજ્યો અને તેણે કોવિડ (Covid) સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને ઘટનાથી વાકેફ કર્યા હતા. ધર્મેશ સોલંકીએ તાત્કાલિક અગ્નિસંસ્કાર (cremation) માટેનો સામાન મંગાવી શાસ્ત્રોક્ત વિધિથી મૂકબધિરની માતાનાં અંતિમસંસ્કાર કર્યાં હતાં. માતાનાં અંતિમસંસ્કાર સમયે પુત્ર સહિત સૌ કોઇની પાંપણો ભીંજાઈ ગઈ હતી.

Most Popular

To Top