SURAT

સુરતની આ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ માસ્ક વગર ડીજેના તાલે ઝૂમ્યા, કોરોના વિસ્ફોટ થાય તો કોણ જવાબદાર ?

સુરત: કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) શરૂ થઈ ચૂકી છે. શહેરમાં રોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, તેમ છતાં હજુ સુધી લોકોમાં ગંભીરતા આવી નથી. ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યાં છે, જેના લીધે કોરોનાનો ચેપ વધુ ફેલાવાનો ભય ઉભો થયો છે.

એક તરફ સરકાર જાહેર કાર્યક્રમો અને ઉજવણીઓથી દૂર રહેવા અપીલ કરી રહી છે પરંતુ લોકો માની રહ્યાં નથી. સુરતની કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ પાર્ટીઓ (party) યોજી રહ્યાં છે. સુરતની બે કોલેજમાં આ જ રીતે વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી યોજી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં માસ્ક પહેર્યા વગર જ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને ખૂબ નાચ્યા હતા.

વેસુ વીઆઈપી રોડ (VIP road) પર આવેલી ભગવાન મહાવીર કોલેજમાં (Bhagwan Mahavir College) ગઈકાલે સવારે કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓ માટે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance) ના ધજાગરા ઉડાવતા ખટોદરા પોલીસે આયોજક મેહુલ નાયક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

શહેરમાં એક બાજુ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. તેમ છતાં હજી પણ યંગસ્ટર્સ આ ગંભીર બાબતને હળવાશથી લઈને પોતાની જવાબદારીનું ભાન બૂલી રહ્યા છે. ગઈકાલે ભગવાન મહાવીર કોલેજમાં ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ ભેગા થઈ ડીસ્કો પાર્ટી કરતા જોવા મળ્યાં હતાં. વિદ્યાર્થીઓએ માસ્ક નહીં પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. પોલીસે આ વિડીયો અંગે તપાસ કરતા ભગવાન મહાવીર કોલેજમાં નોકરી કરતા મેહુલ અરવિંદભાઈ નાયકે (ઉ.વ.43, રહે.ગોપાલ ક્રીષ્ના એપાર્ટમેન્ટ, રાંદેર રોડ) જ આયોજન કર્યું હોવાનું ખબર પડી હતી. પોલીસે આયોજન મહેલુ નાયક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top