વાંસદા: વાંસદાની પ્રાથમિક શાળામાં (Primary School) વિદ્યાર્થીઓને અપાયેલા ચોખામાં ચોખા જેવા આકારના પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાનો વાલીઓએ (Parents) આક્ષેપ કર્યો હતો. વાંસદાના...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં બુધવારે વેક્સિનેશનના (Vaccination) ત્રીજા દિવસે રસીકરણ દરમિયાન ભરૂચના મનુબર ગામની સાર્વજનિક સ્કૂલમાં (School) રસી મૂક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓએ (Student)...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર ગામના 250 પરિવારનો 750 વર્ષ જૂનો ઇતિહાસ (History), પરંપરા, રીતિ રિવાજ, કુળ, ગોત્ર અને વંશાવલીનો (Genealogy) ચોપડો 47...
સુરત: સુરત પોલીસે (Surat Police) હવે લોકોના મોબાઈલ (Mobile) ચેક કરવાનું અભિયાન શરૂ કર્યું છે. શંકા પડે તો પોલીસ રસ્તામાં ઉભા રાખીને...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લાના કોંગ્રેસના (Congress) અને સહકારી ક્ષેત્રેના અગ્રણી સંદીપસિંહ માંગરોલા (Sandeep Singh Mangrola) સામે કેટલાક કેસો આગળ કરીને સંદીપસિંહ માંગરોલાની...
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના (corona) સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પાછલા એક મહિનામાં ઓમિક્રોનના (Omicron) 1700 થી વધુ...
સુરત: (Surat) કાપોદ્રામાં સિગ્નલ દરમિયાન ચાર રસ્તે મોટરસાઇકલ ઉપર કાકાની સાથે બેઠેલી ભત્રીજીની કમરના ભાગે અડીને છેડતી કરવામાં આવી હતી. આ કેસમાં...
મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ઘરમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે. આ વખતે બિગ બીનો એક કર્મચારી કોરોના પોઝિટિવ...
સુરત: સુરત (Surat) પોલીસ (Police) અને મહાપાલિકા (SMC) દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરીને રિંગ રોડ (Ring Road) પર જુની આરટીઓ (RTO) પાસેનું જંકશન...
સુરત : (Surat) હનીટ્રેપ (Honey Trap) પણ એક ધંધો બની ગયો છે. સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં તો ચીટરો (Cheater) યુવાનોને સેક્સની (Sex)...
દમણ: સંઘપ્રદેશ દમણના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલને દમણ કોર્ટે (Daman court ) 4 વર્ષની કઠોર કારાવાસની સજા (Imprisonment...
સુરત: પશ્ચિમ બંગાળમાં (West Bengal) લગ્નની (Marriage) ના પાડનાર પ્રેમિકાના પરિવારને ધમકાવવા માટે પિસ્તોલ (Pistol) ખરીદ્યા બાદ ‘બિયર બાર’માંથી (Beer bar) રૂ.1.48...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) પાકુડમાં બુધવારે સવારે એક અકસ્માત (Accident) થયો હતો જેમાં 8થી 10 લોકો માર્યા જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી...
નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) બુધવારે હળવા લક્ષણોવાળા અથવા લક્ષણો વગરના કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન માટે...
અમદાવાદ: રાજ્યમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ (Unseasonal rains) પડવાની શક્યતા હવામાન વિભાગ (Weather Department) દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન...
સુરત: શહેરમાં કોરોનાના (Corona) વિસ્ફોટ વચ્ચે સુરત (Surat) મનપા (SMC) દ્વારા પતંગ મહોત્સવ (Kite Festival) અને પુસ્તક મેળા (Book fair) જેવાં આયોજનો...
સુરત: (Surat) ઉધનામાં રહેતા ક્રેડિટ કાર્ડ (Credit Card) વિભાગના કર્મચારીએ પોતાની પત્નીની ઓળખ બહેન તરીકે અને પુત્રીની ઓળખ ભાણેજ તરીકેની આપીને પાંડેસરાની...
સુરત : (Surat) શહેરમાં ઓમિક્રોનનો (Omicron) પગ પેસારો હવે સીધો જોવા મળી રહ્યો છે. તેનો સૌથી મોટો પૂરાવો (Proof) એ છે કે...
વડોદરા : ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો ન હતો અને સરકારે 5 ટકા જીએસટી નાખ્યો હતો.જે નિર્ણયને વેપારીઓ દ્વારા...
સુરત(Surat) : હાલમાં કોરોનાના (Corona) સમયમાં પડેલી તકલીફો અને સાથે સાથે આરોગ્ય સેવાને સઘન બનાવવા માટે સુરત મનપા (SMC) દ્વારા સ્મીમેરમાં 7...
સુરત: (Surat) કાપોદ્રામાં સિગ્નલ દરમિયાન ચાર રસ્તે મોટરસાઇકલ ઉપર કાકાની સાથે બેઠેલી ભત્રીજીની કમરના ભાગે અડીને છેડતી કરવામાં આવી હતી. આ કેસમાં...
ગાંધીનગર(Gandhinagar) : પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલના (C.R.Patil)...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસ વધતા હવે ફરી તંત્ર એલર્ટ (Alert) મોડમાં આવ્યું છે. તંત્ર માટે આ વખતે સેકન્ડ વેવ જેવી અફરાતફરી...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) શરૂ થઈ ગઈ છે અને હવે આ લહેરનું જોર પણ વધવા માંડ્યું છે. રોજ...
રાજ્યમાં (Stat) કોરોનાનો (Corona) હવે બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જ્યારે નવસારી (Navsari)...
સુરત: (Surat) સરથાણામાં સગીરાની સાથે ત્રણ યુવકોએ કરેલા બળાત્કારના (Rape) કેસમાં સરથાણામાં કાફે ચલાવનાર સંચાલકને પણ આરોપી બનાવીને તેની ધરપકડ (Arrest) કરવામાં...
સુરત: (Surat) શહેરના ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલી હોટલમાં (Hotel) રૂમ ભાડે રાખીને જુગાર ધામ (Gambling Den) ચલાવનાર સહિત 7 જુગારીઓને ખટોદરા...
ગાંધીનગર(Gandhinagar): વિદ્યાર્થી (Student) અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હવોનો આક્ષેપ કર્યો છે. જેમાં સાબરકાંઠા...
ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રીલીફ ટોકીઝમાં એકાએક આગ (Fire) ફાટી નીકળતાં બનાવના પગલે ટોકીઝના કંપાઉન્ડમાં આવેલી તિબેટીયન...
અમેરિકામાં (America) ૨૪ કલાકમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના ૧૦ લાખ નવા કેસો નોંધાયા છે અને તેણે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રોગચાળો શરૂ...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.