વડોદરા: વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીગેટ ખાતે નવીનીકરણ કરીને શાકમાર્કેટ બનાવવામાં આવ્યો છતાં પણ અમુક વેપારીઓ ગેરકાયદેસર શાકમાર્કેટ ની બહાર શાકભાજી અને...
અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને...
અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
અમદાવાદ(Ahmedabad) : રાજ્યભરમાં કોરોનાનો (Corona) વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં વધુ...
બાળકોમાં કોરોનાના વધતા જતા કેસ સામે રક્ષણ મળે તે હેતુસર સોમવારથી બાળકોની રસીકરણની પ્રક્રિયા થરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની વાત...
સુરત: (Surat) સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને...
દક્ષિણ ગુજરાતમાં બાળકોનું રસીકરણ સોમવારથી શરૂ થયું છે. નવસારી વલસાડમાં પહેલા દિવસે મોટા પાયે કિશોર-કિશોરીઓએ વેક્સિન લીધી હતી. વેક્સિનેશનને આખો દિવસ વીતી...
સુરત: (Surat) સુરત શહેરના બેગમપુરા,ગોપીપુરા તેમજ નાણાવટ સહિત ગોરાટ વિસ્તારમાં આડેધડ અશાંતધારાની (Ashant Dhara) પરવાગની અપાતી હોવાના ગંભીર આરોપો સાથે અલગ અલગ...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં કોરોનાના કેસ (Corona Case) ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ બોલીવુડ ટેલીવુડને પણ શકંજામાં લીધુ છે. બોલીવુડમાં...
હથોડા: કોસંબા (Kosamba) નજીકના પાલોદ ગામ નજીક સોમવારે સવારે આગળ ચાલતી ટ્રકની (Truck) પાછળના ભાગે લક્ઝરી બસના (Luxury Bus) ચાલકે ધડાકાભેર બસ...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં વેક્સિન બાબતે અવારનવાર નવા નવા સમાચારો આવતા રહે છે ત્યારે હવે દેશમાં હાલમાં અપાઈ રહેલી વેક્સિન એક્સપાયરી...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) બેકાબૂ કોરોના મહામારી (COVID-19)ના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. સોમવારે આ વર્ષે પ્રથમ વખત કોરોનાના 4000 થી વધુ...
આણંદ : આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર – કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277...
આણંદ : ચરોતરના પેરિસ ગણાતા ધર્મજમાં દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ધર્મજ-ડે ઉજવવામાં આવે છે. આ વરસે પણ ઓમિક્રોનના આક્રમણ વચ્ચે પણ...
આણંદ : ખંભાતના ગોલાણા ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની દોઢ વિઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઘટનાના...
વડોદરા: ભારતથી અમેરિકાની બાયોટેક કંપનીને કેન્સરની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ સપલાય કરવાને બહાને ઠગ ટોળકીએ 7.50 લાખ ઓનલાઈનની છેતરપિંડી કરવાના...
સુરત: (Surat) દેશમાં હવે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોના પોઝિટિવના નવા 69 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે લગભગ ૩.૫ ટ્રિલિયન (૩,૫૦૦ અબજ) ડોલર છાપીને લોકોને આપ્યા હોવાથી અમેરિકાનો ડોલર નબળો પડી ગયો છે. અમેરિકા...
સુરત: (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં રાત્રે કરફ્યુના (Curfew) સમયે રખડવા માટે નીકળેલા ત્રણ યુવકોએ બે કિલોમીટરના એરિયામાં જ બે એટીએમ (ATM) મશીન...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન ઘુસ્યાના અહેવાલ મળતા જ આપણા દેશના અનેક શહેરોમાં કોરોના સામેના નિયંત્રણો લાદી દેવાયા છે. એમાં એક નિયંત્રણ રાત્રી...
આજથી લગભગ 40-45 વર્ષ પહેલાં સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ની રેશનાલિઝન પર આધારિત કોલમ ‘રમણભ્રમણ શરૂ થઇ ત્યારે સ્વામી સચ્ચિદાનંદ...
પોતાના દેશની આર્થિક કરોડરજજુ તોડી નાંખવાનું દેશદ્રોહી કૃત્ય મહાપાપ ગણાય. કેટલાક સાધન સંપન્ન લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કાળાં કામો કરે છે, અનૈતિકતાને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલાની તપાસ પૂરી થઈ ગઈ છે.આ દુર્ઘટનામાં 13 લોકોના જીવ ગયા હતા. વાયુસેના...
સુરતઃ (Surat) પતિ સાથે સંબંધો સુધારી આપવાના બહાને સાળી પર બનેવીએ એક વર્ષમાં અનેક વખત દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ...
મુંબઈ: COVID-19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં (Mumbai) ધોરણ 1 થી 9 ની શાળાઓ (Schools) 31 જાન્યુઆરી સુધી બંધ (Closed) રહેશે. બૃહમુંબઈ...
તા.21-12-21ના મંગળવારના ‘ચર્ચાપત્ર’માં મહેશભાઇ નાયક, નવસારીનો ‘મૃત્યુ પછી છે કોઇ જીવન?’ વિશે વાંચ્યું. તેઓ લખે છે કે – ‘માણસનું જીવન સમાપ્ત થાય...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.