Editorial

જનરલ વિપીન રાવતના હેલિકોપ્ટરમાં ખામી નહીં હતી તો પછી શું થયું?

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલાની તપાસ પૂરી થઈ ગઈ છે.આ દુર્ઘટનામાં 13 લોકોના જીવ ગયા હતા. વાયુસેના દ્વારા હજી સુધી તપાસને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી પણ સૂત્રોનું કહેવુ છે કે, આ દુર્ઘટનામાં કોઈ માનવીય કે ટેકનિકલ ખામી જવાબદાર નથી.આ પ્રકારની દુર્ઘટનાઓ ત્યારે થતી હોય છે જ્યારે પાયલોટનુ ધ્યાન ભટકી જાય અથવા તો તે આસપાસની સ્થિતિનુ અનુમાન ના લગાવી શકે અથવા તો અજાણતા પાયલોટ કોઈ વસ્તુ સાથે ટકરાઈ ગયો હોય.આ પ્રકારની સ્થિતિને હવાઈ ઉડ્ડયનની ભાષામાં કંટ્રોલ્ડ ફ્લાઈડ ઈન્ટૂ ટેરેન તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ એ પણ થાય કે , હેલિકોપ્ટર ઉડવા યોગ્ય હતુ અને પાયલોટની કોઈ ભૂલ નહોતી.શક્ય છે કે, ખરાબ હવામાનના કારણે પાયલોટની જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય અને આ દુર્ઘટના સર્જાઈ હોય. વિશ્વ સ્તરે પણ આ પ્રકારની દુર્ઘટનાઓમાં ઘણા કિસ્સા માટે કંટ્રોલ્ડ ફ્લાઈટ ઈન્ટુ ટેરેનની સ્થિતિ જવાબદાર હોય છે.

આ મામલાની તપાસ કરી રહેલી ટીમે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનો ઈનકાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આ તપાસ ટીમના અધ્યક્ષ એર માર્શલ માનવેન્દ્ર સિંહ છે અને તે દેશના ટોચના મિલિટરી હેલિકોપ્ટર પાયલોટ પૈકીના એક મનાય છે. એવુ મનાય છે કે, બહુ જલ્દી રિપોર્ટ વાયુસેનાને સુપરત કરવામાં આવશે .તેને કાયદાકીય પાસાઓની ચકાસણી કર્યા બાદ સરકાર સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. જનરલ રાવત  જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે રશિયન બનાવટનું એમઆઇ 17 પ્રકારનું વી5 હેલિકોપ્ટર હતું અને જેને સેનામાં સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટર અંગે વેટરન આર્મી ઓફિસર  કર્નલ પી.પી વ્યાસે દુર્ઘટના સમયે જ જણાવ્યું હતું કે, એમઆઈ 17 વી5 હેલિકોપટર રશિયન હેલિકોપ્ટર છે કે જેમાં બે એન્જિન હોય છે આ હેલિકોપ્ટર ખૂબ જ સુરક્ષિત છે અને જ્યારે આ જો પરમાં કોઈ વીઆઈપી લોકો અથવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સફર કરતા હોય તે પૂર્વે આ હેલિકોપ્ટર ની ચકાસણી પૂર્ણત: કરવામાં આવતી હોય છે અને ચેકલીસ્ટ મુજબ તેની ચકાસણી થાય છે.

જેમાં સર્વપ્રથમ મેકેનિકલ દ્વારા હેલિકોપ્ટર ચેક કરવામાં આવે છે ત્યાર બાદના તબક્કે એન્જિનિયર દ્વારા અને બાદમાં આર્મી ઓફિસર દ્વારા હેલિકોપ્ટર ચેક થયા બાદ જ પાઇલટને જે તે ચોપર સોંપવામાં આવતું હોય છે. પરંતુ સીડીએસ રાવત સાથે જે દુર્ઘટના ઘટી તેમાં સૌથી મોટું કારણ વાતાવરણ અને સિસ્ટમ બેય હોઈ શકે છે જે અંગે વધુ તપાસ હાથ ધર્યા બાદ જ સાચી વિગતો સામે આવી શકશે. તેઓએ જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર માં કોઈપણ સતી ઉદભવી થાય તો પણ તેનું લેન્ડિંગ સફળ થઈ શકે છે પરંતુ જે દુર્ઘટના ઘટી તેમાં એક પણ સેક્ધડનું ચાન્સ મળ્યો ન હતો પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું છે સાથોસાથ કર્નલ પીપી વ્યાસે જણાવ્યું હતું કે સમયાંતરે ટેકનોલોજીમાં બદલાવની સાથે અપગ્રેડેશન કરવું પણ એટલું જ જરૂરી છે.

તો હવે જ્યારે આ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રિપોર્ટ આવી ચૂક્યો છે કે હેલિકોપ્ટરમાં કોઇ ખામી ન હતી. તો ક્યાં ખામી હતી કે પછી શુ થયું હતું? કારણ કે, પાયલોટની કાર્યક્ષમતા પર શંકા કરી શકાય તેમ નથી. બીનઅનુભવી હોય તેવા પાયલોટને આવા હેલિકોપ્ટરની કમાન સોંપવામાં આવતી જ નથી. હેલિકોપ્ટર દુર્ઘટનાના ચાર કારણ માનવામાં આવતા હતા જેમાંથી એક ટેકનિકલ ખામી, એક પાયલોટની ભૂલ, એક વાતાવરણ અને એક ભાંગફોડ. આ ચાર કારણમાંથી બે કારણ તો નીકળી ગયા છે. પહેલું કારણ કે પાયલટની ભૂલ તો એ એટલા માટે શક્ય નથી કારણ કે, તે સંપૂર્ણ અનુભવી હતો. અને હવે હેલિકોપ્ટરમાં કોઇ ખામી નહીં હોવાનો રિપોર્ટ પણ આવી ગયો છે એટલે હવે બે જ કારણ બચ્યા છે જેમાં એક વાતાવરણ અને બીજી ભાંગફોડ. હવે આ હેલિકોપ્ટર એવુ છે કે, જે કોઇપણ વાતાવરણમાં ઓપરેટ કરવા માટે સજ્જ છે. એટલે હવે ભાંગફોડની શક્યતા પર પૂરેપૂરી તપાસ થવી જોઇએ.

જ્યારે આ દુર્ઘટના બની ત્યારે જ દુર્ઘટના અંગે અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતાં. આટલું સલામત એરક્રાફ્ટ ક્રેશ થવા પાછળનું કારણ શું હતું. શું ટેક ઓફ કરતા પહેલા તેનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું અથવા તે ટેક ઓફ પછી કોઈ ખરાબી આવી? વિપક્ષ આ અકસ્માતને લઈને તમામ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ દુર્ઘટના વિશે કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, દેશના સર્વોચ્ચ કમાન્ડર સૌથી અત્યાધુનિક અને સુરક્ષિત હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે અને તેમનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો લોકોના મનમાં શંકા છે કે શું થયું, આ કેવી રીતે થઈ શકે? મને ખાતરી છે કે સરકાર પણ આ આઘાતમાંથી બહાર નહીં આવી હોય. તેમણે કહ્યું કે Mi-17V5 એ રશિયામાં ઉત્પાદિત અત્યાધુનિક હેલિકોપ્ટર છે. બિપિન રાવત દેશના સૈન્ય આધુનિકીકરણની જવાબદારીઓના સંદર્ભમાં કામ કરી રહ્યા હતા. તે ચીન અને પાકિસ્તાનના સંદર્ભમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં સામેલ હતા. તેમણે કહ્યું કે લોકોના મનમાં ઉદ્દભવતી શંકાઓનો જવાબ આપવાની જવાબદારી વડાપ્રધાનની છે અને તેની તપાસ થવી જોઈએ.

Most Popular

To Top