Dakshin Gujarat Main

દુર્ઘટના: પાલોદ નજીક ટ્રકની પાછળ લક્ઝરી બસ અથડાતાં બસનું પડખું ચીરાઈ ગયું

હથોડા: કોસંબા (Kosamba) નજીકના પાલોદ ગામ નજીક સોમવારે સવારે આગળ ચાલતી ટ્રકની (Truck) પાછળના ભાગે લક્ઝરી બસના (Luxury Bus) ચાલકે ધડાકાભેર બસ અથડાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 જણાને નાની-મોટી ઈજા થવા સાથે બસનું પડખું ચીરાઈ ગયું હતું. જોકે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.

  • ચાલકે બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર પાછળથી બસ અથડાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો
  • અકસ્માત થતાં ગ્રામજનો મદદે દોડી આવ્યા, ઘાયલોને કામરેજની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઉનાથી સુરત તરફ આવી રહેલી જીજે ઝીરો પ બીટી 1100 નંબરની બસના ચાલકે કોસંબા નજીકના પાલોદ ગામની ભાગોળે હાઇવે પરથી પસાર થતી હતી. ત્યારે ચાલકે બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર પાછળથી બસ અથડાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને બસનું પડખું ચીરાઈ ગયું હતું. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ભર ઊંઘમાં હતા. કંઈક અજુગતું બન્યું સમજીને ભર ઊંઘમાંથી જાગી ચીસો પાડી હતી. જેના પગલે નજીકમાં આવેલા પાલોદ ગામવાસીઓ દોડી આવ્યા હતા. બસમાં સવાર મુસાફરો પૈકી 6 જણાને ઇજા થતાં સારવાર માટે કામરેજની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ નજીકમાં આવેલ પાલોદ પોલીસ તેમજ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે ધસી આવી જરૂરી કામગીરી આટોપી હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

  • કોણ કોણ ઘાયલ થયું
  • 1.કુંવરબેન લાલજીભાઈ દેસાઈ (ઉં.વ.60) (રહે., પુણાગામ સોસાયટી, સુરત)
  • 2.જાગૃતિબેન બીપીનભાઈ વઘાસિયા (ઉં.વ.39) (રહે.,સુરત)
  • 3.ભાવચંદ્ર મનસુખભાઈ વઘાસિયા (ઉં.વ.40) (રહે.,સુરત)
  • 4.વિમલાબેન ભાનુભાઈ ચોવટિયા (ઉં.વ.53) (રહે.,સુરત)
  • 5.દુવભાઇ બાવચંદભાઈ વઘાસીયા (ઉં.વ.25) (રહે.,સુરત)
  • 6.સુરેશભાઇ લાલજીભાઇ દેસાઈ (ઉં.વ.28) (રહે.,સુરત)

Most Popular

To Top