Vadodara

પાણીગેટ શાકમાર્કેટ પાસે ખડકાયેલા લારીઓના ગેરકાયદે દબાણ હટાવાયાં

વડોદરા: વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીગેટ ખાતે નવીનીકરણ કરીને શાકમાર્કેટ બનાવવામાં આવ્યો છતાં પણ અમુક વેપારીઓ ગેરકાયદેસર શાકમાર્કેટ ની બહાર શાકભાજી અને ફ્રુટની લારી મુકતા ટ્રાફિકની સમસ્યા સર્જાતા પાલિકાની દબાણ ખાતા ની ટીમેં ગેરકાયદેસર લારી ગલ્લાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના પાણીગેટ વિસ્તારમાં આડેધડ શાકભાજીના વેપારીઓ દ્વારા લારીઓ મૂકવામાં આવતી હતી જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી મહાનગરપાલિકાએ પાની ગેટ ખાતે શાકભાજી માર્કેટ ને નવીનીકરણ કરીને વેપારીઓને ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે માર્કેટ બનાવી આપ્યું હતું. પાલિકા દ્વારા શાકભાજી, પથારાવાળાઓ અને અન્ય લોકોને યોગ્ય જગ્યાએ ફાળવણી કરી આપેલ છે તે સિવાયના લારી ગલ્લાઓ, પથારાવાળાઓના દબાણને પાલિકા ની દબાણ શાખા દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવે છે.

પાણી  શાકમાર્કેટ ની બહાર કેટલાક લારી ગલ્લાવાળાઓ દ્વારા અહીં બહાર રોડની સાઇડમાં ગેરકાયદેસર રીતે લારીઓ ઉભી રાખી છૅ, પથારાઓ પાથરી દબાણ કરવામાં આવતું હોઇ પાલિકા ના દબાણ શાખાની ટીમ દ્વારા સોમવાર ના રોજ અહીં સપાટો બોલાવી 6 થી વધુ ઉપરાંત લારીઓ કબ્જે લીધી હતી અને દબાણો દૂર કર્યા હતા જેમાં દબાણશાખાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત પાણીગેટ પોલીસના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. પાલિકાના માર્કેટ સુપરવાઇઝર વિજય પંચાલે જણાવ્યું હતું કે પાણીગેટ શાકમાર્કેટ ની બહાર ગેરકાયદેસર રીતે ટ્રાફિક સમસ્યા સર્જાય તે શાકભાજી અને ફ્રુટ ના વેપારીઓ વેંચતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી તેને લઈને આ કામગીરી કરાઇ હતી.

Most Popular

To Top