uncategorized

જીએસટીના દર ઘટાડવામાં નહીં આવે તો ફૂટવેરનો વ્યવસાય પડી ભાંગશે : વેપારીઓ

વડોદરા : ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો ન હતો અને સરકારે 5 ટકા જીએસટી નાખ્યો હતો.જે નિર્ણયને વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.પરંતુ સરકાર દ્વારા 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટીનો દર કરી દેતા વડોદરાના ફૂટવેરના વેપારીઓએ દુકાનો અડધો દિવસ બંધ રાખી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએસટીના દર 5 ટકા યથાવત રાખવા માંગણી કરી હતી. ફૂટવેર પર 5 ટકાથી વધારીને 12 ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો વડોદરાના વેપારીઓએ વિરોધ કર્યો છે.વડોદરા ફૂટવેર એસોસિએશન હોલસેલ માર્કેટના વેપારીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.વેપારીઓએ જણાવ્યું હતું કે અમારું જે જીએસટી હતું.તે 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું છે.જે ઘણું વધારે કહેવાય.કાચામાલની ખપત વધારે હોવાથી એના ભાવ વધી ગયા છે અને એ ભાવ વધવાથી ફુટવેરનો વ્યવસાય કંગારના આરે છે.

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી પણ અસહ્ય બધી છે.આવામાં જીએસટીના દરમાં વધારો કરવામાં આવતાં ફુટવેર જે હોલસેલ માર્કેટ છે અને ગૃહ ઉદ્યોગ જે છે તે દિવસે ને દિવસે પડતું અને ભાંગતું જાય છે.માટે કલેકટરના માધ્યમથી અમે રાજ્યના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાનને આવેદનપત્ર મોકલી અમારો જીએસટી દર પાંચ ટકા યથાવત રાખવા માંગ કરી છે. જીએસટીના દર ઘટાડવામાં નહીં આવે તો ફુટવેરનો વ્યવસાય પડી ભાંગશે.જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હાલમાં જે ફુટવેર માર્કેટ હોલસેલનું છે તે બંધ રાખ્યું છે.અને આગળ જતાં રિટેલ બજાર પણ બંધ રાખીશું.રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે બજારો બંધ રાખી આંદોલન ચલાવી શું પાંચ ટકાથી વધારીને 12 ટકા જીએસટી કરવામાં આવતા વેપારીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે આમ પણ અમારો ઉદ્યોગ પડી ભાંગ્યો છે કારણ કે આ ઉદ્યોગ જે છે હાથ બનાવટ નો પણ છે સાથે સાથે ગરીબ વર્ગ હેન્ડમેડ પણ બનાવે છે તો તે પણ 12 ટકા જીએસટી લાગુ પડશે આ ગરીબ વર્ગને રોજીરોટી લડવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top