National

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ : 5 દિવસમાં હજારો લોકોને મળ્યા હતા કેજરીવાલ

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( CM Arvind Kejriwal)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. કેજરીવાલે જાતે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઈસોલેટ (Isolate) થયો છું અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકોએ પણ પોતાનો ટેસ્ટ કરાવી લેવો અને આઈસોલેટ થઈ જાય. કેજરીવાલ 5 દિવસથી અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હાલ દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. 10986 લોકોની સારવાર ચાલી રહી છે.

5 દિવસ મોટા શહેરોની મુલાકાત લીધી હતી

અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મારો કોવિડ રિપાર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે, હું ઘરમાં ક્વોરન્ટીન (Quarantine) થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે. છેલ્લાં થોડાક સમયથી અરવિંદ કેજરીવાલે અલગ અલગ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં ગઈકાલે જ ઉત્તરાખંડ (Uttarakhand)ના દેહરાદુનની (Dehradun) મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હજારો લોકોની હાજરીમાં સભાને સંબોધી હતી. 3 જાન્યુઆરીએ દેહરાદુનમાં ‘નવ પરિવર્તન સભા’ (Nav parivartan sabha) કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં (Lucknow) પણ વિશાળ સભાનું સંબોધન કર્યું હતું. 1 જાન્યુઆરીએ પણ અમૃતસરમાં (Amritsar) એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબના (Punjab) શાંતિ યાત્રામાં હાજરી આપી હતી જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. જ્યારે 30 તારીખે વિજય યાત્રામાં પણ જોડાયા હતા.

દેશમાં પોઝિટિવ દર્દીનો આંકડો 37,379 પાર પહોંચ્યો

દેશમાં કોરોનાનો ચેપ ચાર ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે. હાલ 23થી વધુ રાજ્યમાં કોરોનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે. જેમાં દિલ્હી અને મુંબઈ ટોપના રાજ્ય છે જ્યાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધારે છે. દિલ્હીમાં સોમવારે 4099 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે 1509 લોકો સાજા થયા છે અને એકનું મોત થયું છે. દેશમાં ફરી એકવાર પોઝિટિવ દર્દીઓનો આંક 37,379ને પાર પહોંચી ગયો છે. સાથે જ દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 1,700 કેસ મળી આવ્યા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 510 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હી (351), કેરળ (156), ગુજરાત (136), તમિલનાડુ (121) અને રાજસ્થાન (120) છે. મહારાષ્ટ્રમાં 12,160 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે તેમ જ વધુ 11 વ્યક્તિના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની સંખ્યા 68 વધીને 578 પર પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા 50,000ના આંકને વટાવી ગઈ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ ઉમેરાઓ સાથે મહારાષ્ટ્રની કોવિડ-19 સંખ્યા વધીને 67,12,028 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,41,553 થઈ ગયો છે. મહારાષ્ટ્રના કોરોના વાયરસના આંકડા મુજબ પોઝિટિવ કેસ 67,12,028; તાજા કેસ 12,160; મૃત્યુઆંક 1,41,553; રિકવરી 65,14,358, સક્રિય કેસ 52,422, કુલ પરીક્ષણો 6,93,70,095 નોંધાયા છે. આ તરફ મુંબઈ શહેરમાં 8,082 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 18 એપ્રિલ, 2021 પછી સૌથી વધુ દૈનિક સંખ્યા છે, જે કેસનો ભાર 8-લાખને વટાવી ગયો છે. જ્યારે વધુ બે દર્દીઓ ચેપને કારણે મૃત્યુ પામ્યા હોવાનું શહેરની નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું. મુંબઈમાં પણ તાજેતરના કોરોનાવાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનના 40 નવા કેસ નોંધાયા છે, તાજા વધારા સાથે, નાણાકીય રાજધાની મુંબઈમાં કોરોનાવાયરસ સંખ્યા વધીને 8,07,602 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 16,379 થઈ ગયો છે.

Most Popular

To Top