NEWSFLASH

મોંઘવારીની આશંકા વચ્ચે કુવૈતની મોટી ચેતવણી

માત્ર માર્ગ નહીં, દુનિયાની લાઇફલાઇન છે હોર્મુઝ જળ ધિ’

મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ જળસંધિ અંગે ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે કુવૈતે વિશ્વ સમુદાયને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. કુવૈતે સ્પષ્ટ જણાવ્યું છે કે હોર્મુઝ જળસંધિ માત્ર સમુદ્રી માર્ગ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે જીવનરેખા (લાઇફલાઇન) સમાન છે. જો અહીં અવરજવર પર અસર થાય તો વિશ્વભરમાં ઊર્જા પુરવઠો અને મોંઘવારી પર સીધી અસર પડી શકે છે.

કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હોર્મુઝ જળસંધિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષિત વૈશ્વિક સમુદ્રી માર્ગ છે અને અહીં નૌકાવહન સલામત રહેવું જરૂરી છે. ફ્રાંસ અને બ્રિટન સહિત 49 દેશોની હાજરીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેઠક દરમિયાન કુવૈતે જોર આપી જણાવ્યું કે આ માર્ગ પર અવરોધ ઊભો થવો માત્ર એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જોખમી બની શકે છે.

વિશેષજ્ઞોના મતે વિશ્વના લગભગ 20 ટકા જેટલું કાચું તેલ હોર્મુઝ જળસંધિ મારફતે પસાર થાય છે, એટલે અહીં કોઈપણ વિક્ષેપ ઊભો થાય તો વૈશ્વિક તેલ બજાર તરત જ અસરગ્રસ્ત થાય છે અને તેની અસર પેટ્રોલ-ડીઝલથી લઈને ખાદ્યવસ્તુઓ સુધીના ભાવમાં વધારો રૂપે જોવા મળે છે. જો કે તાજેતરના સમયમાં અમેરિકા-ઈરાન તણાવ, નૌકાદળની કાર્યવાહી અને જળસંધિમાં અવરોધોને કારણે તેલ પુરવઠામાં અનિશ્ચિતતા વધી છે. અહેવાલો અનુસાર ગલ્ફ ક્ષેત્રમાંથી લગભગ 13 મિલિયન બેરલ પ્રતિદિન જેટલું તેલ અને મોટી માત્રામાં LNG પુરવઠો અસરગ્રસ્ત થયો છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ઊર્જા સંકટની આશંકા વધી રહી છે.

કુવૈતે વધુમાં જણાવ્યું કે હોર્મુઝ જળસંધિમાં અવરોધ માત્ર ઊર્જા ક્ષેત્રને નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇન, ખાદ્ય સુરક્ષા અને વેપાર પર પણ અસર કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ થનારી નવી પ્રસ્તાવના દ્વારા આ જળમાર્ગમાં નૌકાવહનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સહમતિ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને જળસંધિ સંબંધિત અનિશ્ચિતતા વચ્ચે કુવૈતની આ ચેતવણીને વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહી છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો વિશ્વભરમાં મોંઘવારી વધવાની શક્યતા વધુ મજબૂત બની શકે છે.

Most Popular

To Top