લિસ્ટ-એમાં કેપ્ટનશિપ કર્યા વિના વન ડે મેચમાં સુકાન સંભાળનારો કેએલ રાહુલ ત્રીજો ભારતીય ખેલાડી

પાર્લ, તા. 19 : દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની પહેલી વન ડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળી રહેલો કેએલ રાહુલ લિસ્ટ-એ ક્રિકેટમાં કેપ્ટન બન્યા વગર 50 ઓવરના ફોર્મેટમાં દેશની ટીમનું સુકાન સંભાળનારો માત્ર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. તેના પહેલા વિકેટકીપર બેટ્સમેન સૈયદ કિરમાણી અને આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. કર્ણાટકનો બેટ્સમેન રાહુલ પોતાની 39મી વન ડે ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. દેશ માટે 50 વન ડે મેચ રમ્યા પહેલા ટીમનું સુકાન સંભાળનારો છેલ્લો ખેલાડી મોહિન્દર અમરનાથ હતો. જેણે 1984માં પોતાની 35મી મેચ રમતા પહેલીવાર ટીમનું સુકાન સંભાળ્યું હતું

Most Popular

To Top