ગુજરાત સરકાર પૂર્વ સૈનિકોની અવગણના કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ(Ahmedabad) : ગુજરાતની (Gujarat) ભાજપ (BJP) સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની (Soldiers) અવગણના કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વોટ (Vote) મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતાં સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની ભાજપ સરકારના પેટમાં ચૂંક ઉપડે છે. ભાજપ સરકાર માજી સૈનિકોના પડતર ૧૪ જેટલા પ્રશ્નો (Question) બાબતે ઘણા વર્ષોથી કોણીએ ગોળ ચોપડી ગોળ ગોળ જવાબો આપી રહી છે, હોવાના ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યા હતા.

  • ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને પરિવારના જીવન નિર્વાહ માટે જમીન ફાળવવાની યોજનાને અભેરાઈએ ચડાવી દીધી
  • સૈનિકોને નિવૃત્તિ બાદ સરકારી નોકરીઓમાં અનામત ક્વોટામાં નોકરી માટે પણ વલખાં મારવાં પડી રહ્યા છે : મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયા વધુમાં કહ્યું હતું કે દેશની સેવામાં પોતાની જવાનીના સુવર્ણ વર્ષો વિતાવનાર સૈનિકો નિવૃત્તિ બાદ પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરી શકે તે માટે પહેલાની કોંગ્રેસ સરકારે તેમને જમીન ફાળવણીની યોજના અમલમાં મૂકી હતી. પરંતુ ભાજપ સરકારે આ યોજનાને અભેરાઈએ ચડાવી દઈને નિવૃત્તિ બાદ સૈનિકોના જીવન નિર્વાહનો આશરો છીનવી લીધો છે. એટલુ જ નહીં કોગ્રેસ સરકાર માજી સૈનિકો માટે સરકારી નોકરીઓમાં અનામત ક્વોટા ફાળવતી હતી. પરંતુ વર્તમાન ભાજપ સરકાર માજી સૈનિકોનો સરકારી નોકરીઓમાં અનામત ક્વોટા આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. એટલુ જ નહીં રાજ્યની ભાજપ સરકાર હક માંગી રહેલ માજી સૈનિકોને એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખવડાવી તેમનું અપમાન કરી રહી છે.


Most Popular

To Top