કોગ્રેસ: ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે

અમદાવાદ(Ahmedabad) : વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠપ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના (Children) ભવિષ્ય (Future) માટે સતત ચિંતામાં (Tension) છે. તેવા સંજોગોમાં ફીમાં (Fees) રાહતની વ્યાજબી માંગને અવગણીને ભાજપ (BJP) સરકારે ખાનગી શાળા-સંચાલકોની (Private School) વધુ એક વખત તરફેણ કરી છે. ભાજપ સરકારે શિક્ષણને (Education) જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે, તેવો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો હતો.

  • સામાન્ય – મધ્યમવર્ગના બાળકોને ફીમાં રાહત આપવાને બદલે ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ
  • મંદી, મોંઘવારી અને કોરોના મહામારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ કફોડી
  • ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી :ડૉ. મનિષ દોશી

રાજ્યના સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત આપવાને બદલે ખાનગી સંચાલકોને ફી વધારો આપવાની નિતિ પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાને છેલ્લા બે વર્ષમાં વીજળીનો ખર્ચ, વહીવટી ખર્ચ, એકટીવીટીનો ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ સહિત અન્ય ખર્ચમાં મોટા પાયે ઘટાડો થયો છે. બીજી બાજુ વાલીઓને સતત મોબાઈલ, ટેબલેટ, લેપટોપ સહિત ડેટાપેકનો ખર્ચ મોટો થયો છે. મંદી, મોંઘવારી અને કોરોના મહામારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ કફોડી છે. ત્યારે ફીમાં રાહત આપવાના નિર્ણયને બદલે ફરી એક વખત ભાજપ સરકાર અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગે ખાનગી શાળા સંચાલકોની તરફદારી કરીને ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓની મુશ્કેલીમાં ઊમેરો કર્યો છે ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે.

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ભાજપ સરકારે સંચાલકોની વકીલાત કરીને ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. જે સરકાર પહેલા ફી રાહત માટે વાત કરી રહી હતી, સરકારના શિક્ષણમંત્રી ૨૫ ટકા ફી માફીને બાજુ ઉપર રાખી ખાનગી શાળાના સંચાલકોને ફાયદો થાય તે રીતે ૫ થી ૧૦ ટકા ફી વધારો કરેલ છે. ત્યારે કોરોનાના કપરાકાળ અને સતત વધતી જતી મોંઘવારીમાં સામાન્ય, મધ્યમવર્ગ માટે પરીવારનો નિર્વાહ કરવો અતિ મુશ્કેલ ભર્યો બની રહ્યો છે.


Most Popular

To Top