India

ગ્રેટ નિકોબારમાં વિકાસ નહીં, વિનાશ ચાલી રહ્યો છે: Rahul Gandhiનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ

કોંગ્રેસ નેતા Rahul Gandhiએ આજે Great Nicobar Islandની મુલાકાત બાદ કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર વિકાસ પ્રોજેક્ટને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે અહીં જે કામગીરી ચાલી રહી છે તેને વિકાસ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં તે પર્યાવરણ અને આદિવાસી હકો સામે મોટો ખતરો બની રહી છે.

“જીવનમાં જોયેલા સૌથી અદ્ભુત જંગલો”
રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસ દરમિયાન જણાવ્યું કે ગ્રેટ નિકોબારના જંગલો અત્યંત પ્રાચીન અને અનોખા છે. અહીંના ઘણા વૃક્ષો પેઢીઓથી ઊભા છે અને દેશના કુદરતી વારસાનું મહત્વપૂર્ણ પ્રતિક છે. આવા જંગલો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે.

સ્થાનિક સમુદાયો અંગે વ્યક્ત કરી ચિંતા
તેમણે જણાવ્યું કે ટાપુ પર વસતા આદિવાસી સમુદાયો અને અન્ય સ્થાનિક વસાહતોના લોકો ખૂબ જ સરળ અને સંસ્કારી જીવન જીવે છે, પરંતુ વિકાસના નામે તેમની જમીન અને જીવનશૈલી પર અસર થઈ રહી છે. તેમની સાથે પૂરતી ચર્ચા કર્યા વિના નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાના આરોપ પણ તેમણે લગાવ્યા.

“160 ચોરસ કિમી વરસાદી જંગલો ખતમ થવાના ખતરા”
રાહુલ ગાંધીએ કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ આશરે 160 ચોરસ કિલોમીટર વરસાદી જંગલોને અસર થવાની શક્યતા છે. લાખો વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ થવાની ભીતિ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ દેશના પર્યાવરણ માટે ગંભીર ચેતવણી સમાન છે.

“આ વિકાસ નહીં, વિકાસના નામે વિનાશ” તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું “આ વિકાસ નથી, વિકાસના નામે વિનાશ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ યોજના દેશના કુદરતી અને આદિવાસી વારસાને નુકસાન પહોંચાડી શકે છે અને આ મુદ્દે દેશભરમાં ચર્ચા થવી જરૂરી છે.

“લોકો સત્ય સમજશે તો પ્રોજેક્ટ રોકી શકાય”
રાહુલ ગાંધીએ દેશના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે જો લોકો ગ્રેટ નિકોબારમાં શું ચાલી રહ્યું છે તે સમજશે, તો આ પ્રોજેક્ટને રોકવાની શક્યતા ઉભી થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ પર્યાવરણનું સંરક્ષણ અને આદિવાસી હકોની રક્ષા કરવી દેશની પ્રાથમિકતા હોવી જોઈએ.

Most Popular

To Top