Entertainment

‘KGF 3’ ક્યારે આવશે અને નિર્માતાઓનું શું આયોજન છે? રોકી ભાઈએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: કન્નડ સિનેમામાં (Kannada Cinema) બનેલી ‘KGF’ના બે ભાગ (Part) આવી ગયા છે અને બંનેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ (Release) થયો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ 2022માં રિલીઝ થયેલા બીજા ભાગે બોક્સ ઓફિસ (Box Ofice) પર ધમાલ મચાવી હતી. ‘KGF ચેપ્ટર 2’ એ બોક્સ ઓફિસ પર લગભગ 1250 કરોડની કમાણી કરી હતી અને હવે ચાહકો ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. ‘KGF 3’ વિશે અત્યાર સુધી ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે પરંતુ હવે ફિલ્મના અભિનેતા રોકી ભાઈના નામથી જાણીતા યશે કહ્યું છે કે ‘KGF’નો ત્રીજો ભાગ જયારે આવશે ત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

  • ‘KGF’ના ડાયરેક્ટર પ્રશાંત નીલનો એક ઈન્ટરવ્યુ પણ સામે આવ્યો
  • ‘KGF ચેપ્ટર 2’ એ બોક્સ ઓફિસ પર લગભગ 1250 કરોડની કમાણી કરી હતી

તાજેતરમાં, યશે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં અભિનેતાએ વર્ષ 2022 માટે તેની યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. ઉપરાંત, યશે જણાવ્યું કે તેની ‘KGF ચેપ્ટર 3’ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે. યશે જણાવ્યું કે ‘KGF 3’ વિશે અત્યાર સુધી ઘણી બધી બાબતો સામે આવી છે. પરંતુ કોઈપણ પ્રકારના સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. જ્યારે પણ ફિલ્મ વિશે કોઈ માહિતી મળશે, ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જણાવી દઈએ કે આ પહેલા ‘KGF’ના ડાયરેક્ટર પ્રશાંત નીલનો એક ઈન્ટરવ્યુ પણ સામે આવ્યો હતો, જેમાં તેણે ફિલ્મના ત્રીજા ભાગ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે KGF 3 બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. વઘુમાં તેઓએ જણાવ્યું કે ફિલ્મના બંને ભાગો અને તેના પાત્રોને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. એટલા માટે અમે તેને આગળ લઈ જઈશું. પણ હવે આવું ક્યારે થશે? તેને ખબર નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે અમે તેને ચોક્કસપણે આગળ લઈ જઈશું.

Most Popular

To Top