બોલીવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરની દીકરીને કોરોનાવાયરસ પોઝિટિવ

બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી હતી. શઝાના કોઈ લક્ષણો નહોતા પણ તેણે પોઝિટિવ ટેસ્ટ કર્યુ છે.મોરાનીએ કહ્યું કે, મારી બીજી પુત્રીના ઝોયામાં કેટલાક લક્ષણો દેખાયા હતા તેથી અમે બંનેની તપાસ કરાઈ. ઝોયાની ટેસ્ટ નેગેટિવ રહી હતી. બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આઇસોલેશન અને નિરીક્ષણ હેઠળ છે, શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી અને 15 માર્ચે રાજસ્થાનથી ઝોયા પરત ફરી હતી. નિર્માતા શાહરૂખ ખાનની રાવન, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર અને દિલવાલે સહિતની ઘણી બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
સોમવારની સવાર સુધીમાં, ભારતમાં રોગચાળા સાથે 109 લોકોના મોતનો દાવો થતાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા 4067 પર પહોંચી ગઈ છે.

Related Posts