Dakshin Gujarat

કામરેજ ચાર રસ્તા પાસે આંગડિયા પેઢીમાંથી 3.77 લાખ રૂપિયા લઇ નીકળેલો વેપારી લુંટાયો

કામરેજ: થોડા દિવસ અગાઉ કામરેજ(Kamraje) ચાર રસ્તા પાસે આંગડિયા પેઢીમાંથી (Angadia Firm) રૂપીયા ભરેલી બેગ કારમાં મૂકીને જતાં કારચાલકને બે મોટરસાઈકલ (Two Motorcycles)પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો વાતમાં નાંખી કારમાં ક્લીનરની સીટ નીચે 3,77,000 રૂપિયા ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતા.મૂળ જામનગર જિલ્લા (Jamnagar District) ચંદ્રગઢ ગામના વતની અને હાલ કામરેજના કામરેજ ગામની હદમાં આવેલી સ્વપ્ન વિલા સોસાયટીમાં અરવિંદ ભગવાનજી ઢોલરિયા રહે છે. માંકણા ગામે 133 શિવસિટી ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-1માં પાણીની બોટલો પેકિંગ કરીને વેચાણ કરે છે.

અજાણ્યા ઈસમે કારને ઊભી રાખવાનો ઈસારો કર્યો
ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં પાણીની બોટલોનું વેચાણ કરી ગત 17 ઓગસ્ટે સાંજના 5 કલાકે પોતાની નિશાન માઈક્રા કાર લઈ કામરેજ ચાર રસ્તા ભવાની કોમ્પ્લેક્સમાં વી.પટેલ આંગડિયા પેઢીમાં રૂ.3,77,000ની રકમ લેવા માટે કાર ભવાની કોમ્પ્લેક્સની સામે ધરમ એમ્પાયર કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરીને ગયા હતા. રૂપિયા લઈ કારમાં ડ્રાઈવરની સીટની બાજુની સીટ પર થેલી મૂકી લસકાણા ડાયમંડનગર કામ માટે જવાનું હોવાથી કાર લઈને નીકળ્યા હતા. ધરમ એમ્પાયરથી થોડે જ દૂર એક મોટરસાઈકલ પર સવાર અજાણ્યા ઈસમે કારને ઊભી રાખવાનો ઈસારો કરતાં કારમાં સવાર અરવિંદભાઈએ કાર ઊભી ન રાખતાં કારની આગળ પોતાનું મોટરસાઈકલ ઊભું રાખી દીધું હતું.

બીજી મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમ પણ આવી ગયા
હતું. કારમાંથી ઊતરીને અરવિદભાઈ મોટરસાઈકલ સવારને કેમ કારમાં પગ મારો છો અને કાર આગળ મોટરસાઈકલ ઊભી રાખી તેમ કહેતાં મોટરસાઈકલ સવાર અજાણ્યા ઈસમે જણાવ્યું કે મારી મોટરસાઈકલને ટક્કર મારી છે અને શરીરે ઈજા થઈ છે, તેમ કહી અરવિંદભાઈને વાતમાં નાંખી દીધા હતા. દરમિયાન બીજી મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમ પણ આવી ગયા હતા. બાદ અરવિંદભાઈ કારમાં બેસી ગયા હતા. ત્રણેય અજાણ્યા કારની ક્લીનર તરફ આવી સીટ નીચે રોકડા 3,75,000 રૂપિયા ભરેલી બેગ દરવાજો ખોલીને ઝૂટવીને જતા રહ્યા હતા. જે અંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા ભરેલી બેગ લઈ જનાર બે ઈસમને ભરૂચ જિલ્લા એલસીબીની ટીમે પકડ્યા છે. આ પકડાયેલા ઈસમ મૂળ અમદાવાદના રહેવાસી છે.

Most Popular

To Top