Gujarat

પાટીદાર આગેવાન જયરામ પટેલના નિવેદનથી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

રાજકોટ: રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી(Assembly Elections) યોજાવા જઈ રહી છે. આ ચુંટણીને લઈ તમામ રાજકીય પાર્ટી(Political party)ઓ સક્રિય થઇ ગઈ છે. જેની સાથે હવે સામાજિક સંસ્થાઓ(Social institutions) પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચુંટણીને લઈ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલ(Jairam Patel)નું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. જયરામ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ટિકિટ મળે તેવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત તેઓએ આ વર્ષે સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માંગ કરી છે

લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર: જયરામ પટેલ
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ.

રાજકોટ પશ્ચિમ બેઠક કેમ મહત્વની
જયરામ પટેલના રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએનાં નિવેદન બાદ આ બેઠક કેમ મહત્વની છે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે. અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે. તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

લવ જેહાદ મુદ્દે કહી આ વાત
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજની દીકરીઓ જેહાદીઓની જાળમાં ફસાઈ રહી છેએ બાબતે સૂચક નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું જેહાદીઓ આપણા સમાજની દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જાય છે. અને ત્યારબાદ લગ્ન કરી લે છે. જે આપના સમાજ માટે ખુબ બાબત કહી શકાય છે. આ મામલે જયરામ પટેલે જણાવ્યું હતું કે, આર પી પટેલ હોશિયાર છે અને અનુભવી છે, તેથી જ તેમણે અભ્યાસ કરી આ વાત રજુ કરી છે. આર પી પટેલે જે દીકરીઓની લવ જેહાદની વાત કરી તે ગંભીર બાબત છે. અગાઉ પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાઓ આ મુદ્દે મંથન થયું હતું.

Most Popular

To Top