Charchapatra

આખી દુનિયા પર શાસન કરવું શક્ય છે ખરું?

માણસના લોભ લાલચને કોઈ સીમા નથી.માણસને જેટલું ભગવાનએ આપ્યું છે કે આપી રહ્યા છે તે કાયમ ઓછું પડે છે હમેશા ઓછું જ લાગે છે પોતાના વેપાર રોજગારમાં ધંધા માણસ મહેનત કરી આગળ આવવાની કોશિશ કરે તો એ બરાબર છે પણ છેલ્લા કેટલા સમયની ઘટનાઓ અને બનાવો એમ દર્શાવે છે કે કોઈ સિન્ડિકેટ આખી દુનિયા પર કબજો કરવા માંગે છે .પોતાની મનમાની કરવા માંગે છે  આ સિન્ડિકેટ આખી દુનિયા પર શાસન કરવા માંગે છે એ માટેની યોજનાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે શાસકો રાજકીયપક્ષો  અગ્રણી રાજનેતાઓ મીડિયા ગૃહો બધાને હાથો બનાવી આ રમત આગળ ધપાવવામાં આવી રહી છે  ધીમે ધીમે આપણે પણ જાણ્યે અજાણ્યે આ લોકોના મોહરા ચોક્કસ બની જઈશું.

એ દિવસો દુર નથી કે કોઈ આપનો ઉપયોગ કરી રહ્યું હશે અને આપણે ખબર પણ પડશે નહીં આપણે એ લોકોની જાળમાં આપણે પણ ફસાઈ ગયા હોઈશુ અને આપને ખબર પણ હશે નહીં  આપના મગજ વાણીવર્તનમાં ફેરફાર કોઈ કરી શકે છે એ વાતમાં આપણે હમણાં ઝટ વિશ્વાસ બેસતો નથી પણ આવું થઈ રહ્યું છે  તમારી આજુબાજુની ઘટનાઓ બનાવોનું બારીકાઈથી નિરીક્ષણ કરો ધીમે ધીમે તમારું મગજ ચકરાઈ જશે. વિચારો દેશના અગ્રણી ઉદ્યોગપતિને રાતોરાત આ લોકો આટલો લાંબો ફટકો મારી શકે છે તો તમારી અને મારી શુ વિસાત? ખબર નહીં આ દુનિયાનું હવે શું થશે.
સુરત-અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

કોને શું અને કેટલી સજા થઈ?
તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના ગુજરાતમિત્રમાં શ્રી પ્રવીણભાઈ રાઠોડનું “ ભ્રષ્ટાચાર સામે લેવાતા પગલા આશા જગાડે છે “ શિર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યુ. વાંચ્યા પછી એક ગુજરાતી કહેવત યાદ આવી ગઈ. “ આશા અમર છે “. કારણકે ભુતકાળમાં પણ અનેક કેસો ભ્રષ્ટાચારીઓ સામે તથા અન્ય ગુનેગારો સામે નોંધાયા છે પણ પછી આવા ગુનેગારોને શું અને કેટલી સજા થઈ તેની જાણ પ્રજાને થતી નથી. કદાચ એકાદ ટકા કેસમાં નજીવી સજા થતી હશે બાકી કંઈ ખબર પડતી નથી. કેસો વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે, પ્રજાના માનસ પરથી આવો કોઈ કેસ થયેલો એ વાત જ ભૂલાય જાય.

વળી દરેકેદરેક કાયદા છટકબારીવાળા એટલે ગુનેગારોના વકીલો એ છટકબારીઓનો ગેરલાભ ઉઠાવી ગુનેગારોને છોડાવી દે. વકીલોમાં નીતિમત્તા હોય શકે જ નહી કારણ તેમ કરવા જાય તો તેમનો ધંધો કેમ કરીને ચાલે ? ( અહીં પણ જૂજ અપવાદોને સ્થાન હોય શકે ). ટૂંકમાં કેહવાનું તાત્પર્ય એ છે કે જે ગુનેગારો સામે કેસ નોંધાય તેમને ગુનો પૂરવાર થાય એટલે કડકમાં કડક સજા થવી જોઈએ પણ ખાટલે મોટી ખોડ તે કેસ જ લાંબા સમય સુધી ચાલ્યા કરતા હોય છે જેથી તેવા કેસોનો કોઈ મતલબ રહેતો નથી. શ્રી પ્રવિણભાઇની વાત સાથે સો ટકા સંમત થઈ શકાય જો જે કેસો નોંધાયા છે તેનું વાસ્તવિક પરિણામ આવે અને તે પરિણામ ઇચ્છનીય એવા ટૂંકા ગાળામાં આવે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top