દેશની આમ જનતાનો અને ઉદ્યોગનો વિકાસ એ સામ્પ્રતમાં પ્રાથમિકતા બની રહી છે

વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ પણ વિકાસ માટે તેને કરેલ સંઘર્ષ જોવો જોઇએ. વિકાસ માટે સંઘર્ષ જરૂરી હોય છે એ માટે આર્થિકતા હોવી જરૂરી નથી ફકત સંઘર્ષ જ જરૂરી હોય છે. વિકાસ માટે આપણે કેટલીક વખત લાગે છે આપણે સફળ અને વિકાસ કરી ચૂકેલ વ્યકિત પાસે શીખવાનું મળે એથી તેના સંઘર્ષ વિગેરેની પ્રેરણાથી માણસ પોતે પ્રેરણાયુકત બનીને કાર્યશીલ બનીને તે પોતે તેના સંઘર્ષ તરફ જઇ શકે! માત્ર આર્થિક પ્રદાન એ જ વિકાસ માટેનું આહ્વાન છે એવું માનવું એ ભૂલ છે.

Coronavirus economic impact concept image

દેશના વિકાસનો આધાર વાસ્તવિક જીડીપી પર નિર્ભર હોય છે. એટલે ભારતમાં અને દુનિયાના દેશોમાં લોકડાઉન અને કોરોનાના કારણે વિશ્વની તમામ દેશોની ઇકોનોમી ડામાડોળ થઇ ગઇ હતી અને તેની અસર ભારત દેશ પર પડી હતી અને ભારતનો ઇકોનોમીનો ગ્રોથ રેટ નેગેટિવ ઝોનમાં આવી ગયો હતો. એમ હાલમાં આઇ.એમ.એફ.એ જણાવ્યું પણ વર્ષના છેલ્લા અઠવાડિયામાં મેન્યુફેકચર જે વિકાસનો મુખ્ય પાયો છે તેના પી.એમ.આઇ. સહિત વેપાર ધંધામાં ગતિશીલતા જોવામાં આવી હતી. પરંતુ ફરી કોરોના આક્રમક વધુ થતાં તેની માઠી અસર ખાસ કરીને દેશના વિકાસ પર ફરી જોવામાં આવશે એવી સંભાવના નકારી શકાય એમ નથી. વિકાસ વિકાસ શબ્દ ફકત બોલવાથી તેની વાતો અખબાર કે પત્ર દ્વારા પ્રકાશિત થવાથી થઇ શકતો નથી. એ માટે આપણી સમક્ષ આપણા ગુજરાતનો ગુજરાતી પંકજ પટેલનો દાખલો જે ગુજરાતના ભાદરણ ગામનો વતની છે જે આજે ફાર્મામેન તરીકે પંકાય છે.

તે અમદાવાદના એક મકાનમાં ત્રણ રૂમના ફલેટમાં રહેતો માણસ આજે એનો પથારો વિશ્વના પચાસ દેશોને આંબી રહ્યો છે. એમનું એક સૂત્ર એ છે કે ‘આપણે ગઇ કાલે શું કર્યું હતું એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે આપણે આવતી કાલે શું કરવાના છીએ એની કંપનીએ રોકેટની ગતિએ વિકાસ સાધ્યો છે અને તેમને તો આ કોરોના માટેની રસીની હ્યુમન ટ્રાયલની મંજૂરી મેળવીને ઇતિહાસ સર્જી દીધો. આમ તો તેઓ ઝાયડસ કેડિલાના મૂળ છે તેઓ સંઘર્ષના આધારે વિકાસ સાધીને તેઓ ફાર્મસીની માસ્ટર ડીગ્રી પણ ધરાવે છે. પણ જીવનમાં સંઘર્ષ એ જ વિકાસનો મૂળ હેતુ અને લક્ષ્ય રહેલું છે. આમ સંઘર્ષ એ વિકાસ માટેનું મોટું પગથિયું ગણાય છે. કોરોનાના રોગચાળા પછી દેશવ્યાપી લોકડાઉન બાદ ભારતની અર્થવ્યવસ્થા બાઉન્સ બેક માટે તૈયાર થઇ રહી છે. હાલમાં વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થા હજી ખરાબ સ્થિતિમાંથી બહાર આવી નથી. હિન્દુજા ગ્રુપના અશોક પી. હિન્દુજાએ તાજેતરમાં કહ્યું છે કે આર્થિક સંકટ ખૂબ ઉત્સાહવર્ધક છે. એટલે વર્ષ 2024 સુધીમાં ભારત 5 મું સૌથી મોટું અર્થતંત્ર બનવાના પંથે છે. મહામારી બાદ દુનિયા પહેલાં જેવી નથી રહેવાની વિકસિત થવાની છે. કેમકે બીઝનેસ ન્યુ નોર્મલ પ્રમાણે ચાલશે!

ચીન દેશની વાત કરીએ તો તો તે દેશ વિકસિત દેશની શ્રેણીમાં પહેલે નંબરે આવે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં જ તેમના દેશમાં વિકાસ થકી સંપૂર્ણ ગરીબી દૂર કરવાની વાત કરી છે. ટૂંકા ગાળામાં ચીને વિકાસની ગતિ કેવી રીતે હાંસલ કરી તેની વાત કરીએ તો ચીની સરકારે ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધા પર ઘણું મોટું કામ કર્યું છે એટલે ચીનનાં ગામડાંઓ બધી બાબતોથી સુસજ્જ અને વિકાસની ગતિ પકડી રહ્યાં છે. ચીની સરકારે તેના બજેટમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખૂબ મોટા એમાઉન્ટનું આયોજન કર્યું છે. છેલ્લાં દસ વર્ષ સુધી ચાયનાએ દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે રસ્તા, માર્ગો તેની દશા અને દિશા તેમજ રોજગારીની તકો ઊભી કરી તેમ જ નદી, નાળાં, દરિયા માર્ગ અને એરપોર્ટ વિકસાવ્યા એટલે આજે ચીને દસ વર્ષમાં ન કરેલ કાર્યનું ન માની શકાય એટલો વિકાસ જે રોકેટગતિએ થઇ રહ્યો છે. પરિણામે ઉદ્યોગના ઉત્થાનમાં ઉમેરો થયો અને તેથી ચીન વિકાસના શબ્દને સાકાર કરવામાં સફળ થયું છે. આ બધાં કારણોને લીધે ગામડાંઓને શહેરીકરણ ન કરવાનું કારણ બન્યું છે. ચીને કૃષિ ક્ષેત્રને પણ જરૂરી પ્રોત્સાહન આપવા માટે ગામડાંઓમાં વિપુલ પ્રમાણમાં રોકાણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ચીનના રાજકીય નેતાઓ વારંવાર ગામડાંઓની મુલાકાત લઇને જરૂરી ચીજવસ્તુની કમી હોય તે પુરી કરે છે.

ચાયના વિકાસના અર્થે કંઇક ને કંઇક દુનિયામાં કયાંયે ન હોય એવી ચીજવસ્તુનું ઉત્પાદન અને સર્જન કરવામાં દુનિયામાં જાણીતું છે. શું આ બાબત વિકાસની પહેલ ન ગણાય? તેથી જ વિકાસના એક ભાગ રૂપે ચીનમાં 459 ફૂટ ઊંચા અને 328 ફૂટ લાંબા ગ્લાસ બ્રિજનું નિર્માણ કર્યું છે. આને આપણે વિકાસના પ્રતીક ચિહ્ન ન ગણાય! આપણે જાણીએ છીએ ભારત દેશનો મોટો ભાગ ગામડાઓમાં વસેલો તેથી ગામડાનો વિકાસ ખૂબ જ આવશ્યક ગણાય છે. એમ કહેવાય છે દેશનો વિકાસ થયો કયારે ગણાય જયારે તેનાં ગામડાંઓમાં રહેલા જન ગરીબીથી મુકત બનેલા હોય તો જ- જો કે છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારનું ફોકસ ગામડાઓ પ્રતિ વધ્યું છે. આ કારણે આવનારાં વર્ષોમાં એ ગામડાંઓનો વિકાસ આપણી સમક્ષ ઉપસ્થિત થશે! વર્લ્ડ બેન્કના તાજેતરના હેવાલ મુજબ વર્ષ 1921-22 માટે ભારતનો વાસ્તવિક જીડીપી 7.5 થી 10 થી 12 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. પણ વિકાસ અને વિકાસની વાત ફકત કાગળ પર નહિ, પણ હકીકતમાં મૂકવામાં આવે તો તે ખરા વિકાસનું કાર્ય કરેલું ગણાય. જો કે હાલમાં આ બાબતે ઘણું બધું કાર્ય સરકાર કરી રહી છે.

સુરત શહેરના વિકાસની થોડી ઝલક જોઇએ તો સુરત શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને સુરતના વિકાસ માટે નવી વસાહત જે હાલમાં વેસુ, પાલ, અડાજણ, ન્યુ સીટીલાઇટ રોડ, વીઆઇપી રોડ જઇએ તો એમ લાગે કે આપણે સુરત શહેરમાં નથી. ત્યાંના રસ્તા, ફૂટપાથ, ડીવાઈડર અને તેના બ્યુટીફીકેશન માટે ઝાડ, છોડ, કુંડાઓ બાગ બગીચાઓ, ફલાય ઓવર બ્રીજ વિગેરે ચાર રસ્તાની વચ્ચે સર્કલ પર લોખંડના સ્ક્રેપ્સમાંથી બનાવેલ સ્ટેચ્યુઓ તો બહારથી આવનાર લોકો માટે એક અનોખો ખ્યાલ ઊભો થાય એવી બાબત બની રહી છે. સુરતમાં ઇન્ડસ્ટ્રીઓ, માર્કેટો, મોલ, નવા કન્સેપ્ટવાળી રેસ્ટોરાં અને હોટેલોથી ધમધમતું શહેર વિકાસી સરગમ ન ગણાય? આથી હવે કહેવાય છે કે સુરત ગુજરાતની આર્થિક રાજધાની અને સુરત ફાસ્ટેસ ગ્રોઇંગ સીટી ઇન ઓલ રીસ્પેકટ. સલામ સુરત.

હાલમાં પ્રસ્તુત થયેલ એક સરકારી સમાચાર પ્રમાણે ભારત દેશ ગ્રીનરીનો દેશ છે. તેની ભૂમિને વરદાન છે જેથી ફૂલ, ફળ અનેક પ્રકારના અન્ન માટે સાનુકૂળ પરિસ્થિતિ હોઇ દેશમાં ફુડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રી જે સારું એવું હુંડિયામણ કમાવી આપે છે આથી સરકારે તાજેતરમાં ફુડ પ્રોસેસીંગ માટે રૂા.10900 કરોડ રૂપિયા પી.એલ.આઇ. સ્કીમ હેઠળ ઇન્સેટીવ એટલે કે સબસીડી સ્વરૂપે રૂા.10900 કરોડની મંજૂરી આપી છે. એક અંગ્રેજ લેખકે કહયું છે કે: Every Hard work has a problem but without problem we would not develop & grow
ખાસ નોંધ: સુરતમાં ઝૂંપડપટ્ટીનું આવરણ ન રહે એ માટે સુરત કોર્પોરેશનની પોતાની હસ્તગત જગ્યા પર મકાનો બાંધવામાં આવી રહ્યાં છે. એટલે આવનાર સમયમાં સુરત ઝૂંપડપટ્ટી વગરનું શહેર બની રહેશે.

  • જયોતીન્દ્ર ભ. લેખડિયા-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts