SURAT

સુરતની 14 વર્ષની છોકરીને ઈન્સ્ટાગ્રામ પરની મિત્રતા ભારે પડી: ડુમસના યુવકે તેના નગ્ન ફોટા..

સુરત: (Surat) ભાટપોર ખાતે રહેતી 14 વર્ષની કિશોરી (Teenage Girl) સાથે મિત્રતા (Friendship) કેળવી બિભત્સ મેસેજ (Message) કરતા કિશોરીએ મિત્રતા તોડી નાંખી હતી. કિશોરીને મિત્રતા રાખવા દબાણ કરી તેણીના નગ્ન ફોટો (Nude Picture) એડીટ કરીને તેની બહેનપણીને મોકલી આપતા ઇચ્છાપોર પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ભાટપોર ગામમાં રહેતા 38 વર્ષીય ભાવનાબેન (નામ બદલ્યું છે) મજુરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમણે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમને સંતાનમાં એક 14 વર્ષની દિકરી અને 7 વર્ષનો દિકરો છે. એક મહિના પહેલા તેમની દિકરી પ્રાચી (નામ બદલ્યું છે) ભાટપોર તેની માસીના લગ્નમાં નિલેષ રાઠોડ (રહે,ડુમસ ગામ) સાથે તેની મુલાકાત થઈ હતી. નિલેષે પ્રાચીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે મિત્રતા કેળવી હતી. નિલેશ ચેટીંગમાં બિભત્સ મેસેજ કરતો હોવાથી પ્રાચીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી મિત્રતા તોડી નાખી હતી. જેથી નિલેષે થોડા દિવસ પછી પ્રાચીને મોબાઈલ પર ફોન કર્યો હતો અને ગંદી ગાળો આપીને જો તું મિત્રતા નહીં રાખે તો તું એકલી મળે ત્યારે તને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. ગઈકાલે રાત્રે બારેક વાગ્યે નિલેષે તેના મોબાઈલ ફોનથી પ્રાચીની બેહેનપણી નિધી (નામબદલ્યું છે)ના મોબાઈલ પર પ્રાચીના બિભત્સ નગ્ન ફોટો બનાવીને મોકલ્યા હતા. જે અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

બે મિત્રોએ સગીરાને ફસાવી વાંરવાર બળાત્કાર ગુજાર્યો ને 60 લાખના દાગીના પડાવ્યા
સુરત : પુણાગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવકે વારંવાર બળાત્કાર કર્યો હતો, સગીરાને બ્લેકમેઇલ કરીને આ યુવકના મિત્રએ પણ સગીરા સાથે શરીરસુખ માણ્યું હતું. આ યુવકે ઘર ખરીદવાના નામે સગીરાના ઘરમાંથી 60 લાખની કિંમતના 1369 ગ્રામ દાગીના પણ લઇને વેચી નાંખ્યા હતા. બે મિત્રોએ કરોડપતિ સગીરાને ફસાવીને બળાત્કાર કરીને લાખ્ખો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સને-2016માં પુણાગામમાં રહેતા અને કાપડનો વેપાર કરતા વેપારીની 16 વર્ષિય પુત્રી નામે કાજલ (નામ બદલ્યુ છે)ની પાડોશમાં એક યુવક રહેતો હતો. આ યુવકને મળવા માટે પુણાગામમાં મામાના ઘરે રહેતો અને કડોદરાની સ્કૂલમાં અભ્યાસ કરતો રાજ ઉર્ફે વિકાસ લાલારામ પટેલ આવતો હતો. તે દરમિયાન કાજલ અને રાજની વચ્ચે મિત્રતા થઇ હતી. બંનેએ ફોન ઉપર વાત કરીને મુલાકાત પણ કરી હતી. દરમિયાન રાજે કાજલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.

આ સંબંધની જાણ રાજના મિત્ર અને પુણાગામના રેશ્મા રો હાઉસમાં રહેતા લછારામ ઉર્ફે લક્ષ્મણ ચૌધરીને થઇ ગઇ હતી. લછારામે સગીરાને ધમકાવીને તેના સંબંધની જાણ તમામને કરી દેશે તેવું કહી બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમય બાદ લછારામે કાજલને ડુમસ મળવા માટે બોલાવી હતી. જ્યાં રાજ પણ સાથે હતો. ત્યારે શરૂઆતમાં લછારામ અને બાદમાં રાજે પણ કાજલને સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. રાજએ કાજલને કહ્યું કે, મારું સુરતમાં કોઇ જ નથી, મારે ઘર નથી અને ગાડી પણ નથી. તું મને મદદ કર, આપણે લગ્ન કરવાના જ છે. રાજની વાતોમાં આવેલી કાજલે પોતાના ઘરમાંથી તિજોરીમાંથી અંદાજીત 60 લાખની કિંમતના 1347 ગ્રામ સોનાના દાગીના લઇને રાજને આપ્યા હતા, ત્યારબાદ રાજ ફરાર થઇ ગયો હતો. થોડા સમય પહેલા કાજલનો પરિવાર એક મોટા લગ્નપ્રસંગમાં જવાનો હતો, તેઓએ લોકરમાં જઇને દાગીના ચેક કરતા દાગીના ઓછા નીકળ્યા હતા. આ બાબતે તેઓએ પરિવારની પુછપરછ કરતા કાજલે પોતાની સાથે બનેલી ઘટના પરિવારને કહી હતી. આ બાબતે કાજલના પરિવારે પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રાજ પટેલ અને લછારામની સામે ગુનો નોંધ્યો હતો. આ સાથે જ પોલીસે રાજની અટકાયત કરી લીધી હોવાની વિગતો પણ મળી છે.

Most Popular

To Top