Charchapatra

સ્વ.પ્રેમશંકર ભટ્ટની પ્રતિમા બાબતે અન્યાય

સુરત જિલ્લાના પ્રખર લોકસેવક સ્વાતંત્ર્ય સેનાની અને માંડવીના સપુત શ્રી પ્રેમશંકર ભટ્ટની સ્મૃતિરૂપે નગરના પ્રવેશદ્વારે નગર પંચાયત દ્વારા ઉદ્યાન બનાવવામાં આવ્યો છે અને તેનું નામકરણ ‘‘સ્વ.પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન” કરવામાં આવ્યું છે.જે ગૌરવની વાત છે.પરંતુ હાલમાં પાલિકા દ્વારા બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે સદર બાગમાં પ્રવેશદ્વાર પાસે બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જે અડધા કદની પ્રતિમા હતી તેને પૂર્ણ કદની બનાવવામાં આવી છે.

બજારમાં વલ્લભવડ ખાતે જે સરદાર વલ્લભભાઇ પટેલની અડધા કદની પ્રતિમા હતી તેને પૂર્ણ કદની બનાવવામાં આવી છે જ્યારે બાગમાં સ્વ.પ્રેમશંકર ભટ્ટની અડધા કદની પ્રતિમા છે તેને યથાવત્ રહેવા દીધી છે તે ખરેખર અન્યાય છે.કેમ કે ડૉ. આંબેડકર અને સરદાર પટેલની બંને પ્રતિમાને પૂર્ણ કદની બનાવવામાં આવી તો પછી સ્વ.પ્રેમશંકર ભટ્ટની પ્રતિમાને પૂર્ણ કદની બનાવવાને બદલે જે સ્થાને હતી તેના કરતાં નીચી ઊતારી દેવામાં આવી છે.જેમની પ્રતિમા જોઈને વંદન કરવાનું મન થાય એવા પ્રેમશંકર કાકા જયારે ભૂતકાળમાં સુરત જિલ્લા લોકલ બોર્ડ (તે સમયની જિલ્લા પંચાયતના પ્રમુખ હતા) એસ.ટી. બોર્ડના ડિરેક્ટર હતા.તેમણે અસંખ્ય લોકોને નોકરી અપાવી હતી.જેઓ આજે પણ યાદ કરે છે. શું-પાલિકામાં હવે નવી બોડી ચુંટાઈને આવી છે ત્યારે નવા શાસકો મહાપુરુષ સ્વ.પ્રેમશંકર ભટ્ટની પ્રતિમાને પૂર્ણ કદની બનાવશે?
તરસાડા -પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top