Charchapatra

માતૃભાષાનું ઋણ ક્યારેય ભૂલવું ના જોઈએ

આપણો માતૃભાષા દિવસ કયો છે એ પણ ખબર નથી. વિશ્વ પુસ્તક દિવસ કયો છે એ પણ ખબર નથી. આપણાં ઘરોમાં બધાને સારું ગુજરાતી આવડતું હોવા છતાં વાતવાતમાં અંગ્રેજી શબ્દોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરે રાતે ૧ વાગે કે,૨ વાગે સાવ ફાલતુ પિઝા બર્ગર કે બીજી વસ્તુઓ માટે હજાર રૂપિયા એક મિનિટમાં ખર્ચી કાઢીએ છીએ પણ સાવ સસ્તા રોજનાં પેપરો કે એકાદું ગુજરાતી મેગેઝિન કદી મંગાવતાં નથી.   તમે બરાબર યાદ કરો. રોજ તમે ગુજરાતી ભાષાના બદલે કેટલા અંગ્રેજી શબ્દો વાપરો છો? આપણે સ્ટેશન કે એરપોર્ટનું ગુજરાતી પણ ખબર નથી. આપણાં બાળકો આઠ કે નવમા ધોરણમાં આવે તે વખતે પણ આપણાં બાળકોને સરખું ગુજરાતી લખતાં વાંચતાં કે બોલતાં આવડતું નથી.

એનો  ખોટો ગર્વ લેવો છે અરે ભાઈ આ ગર્વની વાત નથી શરમની વાત છે . ડૂબી મરવાની વાત છે. આ તમારી સફળતા નથી નિષ્ફળતા છે.આપણો ગુજરાતી સાહિત્યવારસો ખૂબ જ સમૃદ્ધ અને ખૂબ જ વૈભવશાળી છે. આપણે મરીઝ થી માંડીને નર્મદ સુધીનો માતબર અઢળક મબલખ સાહિત્યવારસો ધરાવીએ છીએ. આપણે શા માટે ગુજરાતી ભાષાનું ગૌરવ નથી કરતા? કયાં સુધી મા ના ભોગે માસીને વધાવતાં રહીશું? તમને બેચાર ગુજરાતના સારા સાહિત્યકારો કવિઓ ગઝલકારોનાં નામ ખબર છે? એમનો પરિચય છે? નથી ને તો પછી તમારાં સંતાનોને ક્યાંથી ખબર હોય? મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ ક્યારેય ભૂલવું ના જોઈએ.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top