૧૫/૫/૧૯૨૨ ના રોજ જન્મેલા નાઝિર હુસૈન બોલિવુડના ચરિત્ર અભિનેતા,દિગ્દર્શક અને સંવાદલેખક હતા.તેમણે બોલિવુડની લગભગ 500 જેટલી ફિલ્મોમાં તેમના સમકાલીન એવા અભિનેતાઓ સાથે કામ કરેલું છે.પ્રારંભિક જીવનમાં રેલવેગાર્ડ પિતાના આ પુત્રે રેલવેમાં ફાયરમેનની નોકરી કર્યાં પછી લશ્કરમાં જોડાઈ મલેશિયા,સિંગાપુર ખાતે સેવાઓ આપી હતી.જાપાની લશ્કરના હાથે યુધ્ધકેદી પકડાયા પછી છૂટ્યા બાદ સુભાષચંદ્ર બોઝના ઇન્ડિયન નેશનલ આર્મીના સ્વંયસેવક બન્યા હતા.આઝાદી પછી તેઓ બિમલ રોય જોડે જોડાઈ પહેલાં આદમી ફિલ્મમાં અભિનય અને સંવાદલેખન કર્યું હતું.
સ્ટારડમ મળતાં દો બીંઘા જમીન,દેવદાસ,નયા દૌર.મુનીમજી વગેરે ફિલ્મો કરી હતી.દેવઆનંદ સાથે તેમની પહેલી હિંદી ફિલ્મ પેઈંગ ગેસ્ટ હતી.મુખરજી,દેવઆનંદ,સચીનદેવ બર્મન અને નાઝિર હુસૈન એક સાથે રહ્યા હતા.મૈં સુંદર હું ફિલ્મમાં પણ તેઓ હતા.ઢગલાબંધ ભોજપુરી ફિલ્મો કરનાર તેઓની પહેલી ફિલ્મ ભોજપુરી ફિલ્મ હતી.ગંગામૈયા તોહે પિયારિ ચઢાઈઓ બાલમ પરદેશીયા તેમની લોકપ્રિય ભોજપુરી ફિલ્મ હતી.ભોજપુરી ફિલ્મના તેઓ ભીષ્મ પિતામહ ગણાતા.પાછલાં વર્ષોમાં લાચાર,ગરીબ,મજબૂર પિતાની ભૂમિકા ભજવનાર નાઝિર હુસૈનનું 16/10/1987 ના રોજ ૬૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.ઉપલબ્ધ માહિતીઓને અનુલક્ષીને ગુ.મિત્રના વાચકો જોગ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે