National

ઈન્દોર: મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35નાં મોત, હવન દરમિયાન વાવમાં પડ્યા ભક્તો

ઈન્દોર: રામ નવમીના અવરસર પર ઈન્દોરના (Indore) બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં (Temple) ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ગુરુવારે એક મોટી દુર્ઘટના (Accident) બની સર્જાય હતી. સવારના લગભગ 11:55 વાગ્યે રામ જન્મોત્સવને લઈને મંદિરમાં હવન ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારે લોકો પૂર્ણ વિસર્જન માટે પોતપોતાની જગ્યા પર ઉભા હતા ત્યારે મોટો અકસ્માત થયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડઝનેક લોકો લગભગ 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ 20થી વધુ લોકો હજી પણ ગંભીર ઈજાના કારણે સારવાર હેઠળ છે. આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારે શુક્રવારે વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રની પણ અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. તેમના જણાવ્યા અનુસાર વાવમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે, જેના કારણે ટીમને મુશ્કેલીઓ પડી રહી છે.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર એક મોટી દુર્ઘટના થઈ. જે લોકો ત્યાં પૂજા કરવા માટે બેઠા હતા, અને તેઓ તે જગ્યાને જમીન માની રહ્યા હતા. તે એક સીડી અને તેના પર તાલપતરી ઢાકવામાં આવી હતી. તેથી પૂજા કરવા બેસેલા લોકોનો ભ્રમ હતો કે તે જમીન છે. જ્યારે તેઓ એક સાથે પૂજા કરવા માટે ઊભા થયા ત્યારે અચનાક જ એ ભાગ તૂટી પડ્યો હતો અને ત્યાં હાજર હજાર લોકો કૂવામાં પડ્યા હતા. જ્યારે પ્રશાસને આ દુર્ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.

દુર્ઘટનાના પગલે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં NDRF, SDRF તેમજ સેનાના જવાનોની મદદ લેવામાં આવી હતી. ઈન્દોરના ડિવિઝનલ કમિશનર પવન શર્માએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે 15 NDRF, 50 SDRF અને 75 આર્મી જવાનોની ટીમ બચાવ કાર્યમાં સામેલ છે.

કૂવામાં ફસાયેલા લોકોને સીડીઓની મદદથી બચાવ્યા
દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કૂવામાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છત ધરાશાયી થયા બાદ કૂવામાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે સ્ટેપવેલની બાજુમાં બનાવેલી સીડીઓ પર ચઢી ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા. બચાવકર્મીઓ સ્ટેપવેલમાં સીડી નાખીને અને દોરડા વડે બાંધીને લોકોને બહાર કાઢી રહ્યા હતા.

સ્ટેપવેલમાંથી પાણી દૂર કરવામાં આવ્યું
બચાવ કામગીરી દરમિયાન એક તરફ લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ બીજા સ્ટેપવેલમાંથી પાણી પણ બહાર કાઢવામાં આવી રહ્યું હતું. આ માટે મોટર પંપ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણી અને માટી ભરવા માટે કોર્પોરેશનના ટેન્કરો પણ મંગાવવામાં આવ્યા હતા.

મંદિરના પંડિત લક્ષ્મીનારાયણ શર્માએ જણાવ્યું કે, ’12 વાગવામાં 5 મિનિટની વાર હતી. અમે રામજીની આરતીની રાહ જોઈ રહ્યા હતા અને આ અકસ્માત થયો. મંદિરમાં લગભગ 40-50 લોકો હતા. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે અને તેઓ 16 વર્ષથી અહીં પૂજારી છે. ઘાયલ મહિલાએ કહ્યું, ‘અમારા પરિવારના 6 લોકો મંદિર ગયા હતા. ચાર આવ્યા છે, જેમાં અમારા પરિવારની એક મહિલાનું અવસાન થયું છે. એક મહિલા અને 2 વર્ષનો બાળક બબ્બુ હજુ સુધી પરત આવ્યા નથી.

Most Popular

To Top