National

ઈન્ડિગો ફ્લાઈટનું ફરી ઈમરજન્સી લેન્ડિંગ, ટેક-ઓફ દરમિયાન લાગી હતી આગ

દિલ્હી: દિલ્હીથી (Delhi) બેંગ્લોર (Banglore) જતી ઈન્ડિગોની ફ્લાઈટનું (Indigo flight) ફરી એક વખતી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગો ફ્લાઈટ (6E-2131)ના એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે મુસાફરોએ બારીમાંથી એન્જિનમાં આગ જોઈ ત્યારે બધાના જીવ અધ્ધર થઈ ગયો હતો. વિમાનના ટેક-ઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી. જો કે આગ લાગ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર જ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું. તેથી મોટી દુર્ઘટના ટળી હતી. 

મળતી માહિતી અનુસાર, આ ઘટનાને લઈને ઈન્ડિગો એરલાઈન્સ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટને ટેક ઓફ કરતી વખતે ટેક્નિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તરત જ પાયલોટે ટેક-ઓફ મોકૂફ રાખ્યું હતું. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એરલાઈન્સે કહ્યું કે ફ્લાઇટ ઓપરેશન માટે વૈકલ્પિક એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આગ લાગ્યાની ઘટના કેટલાક મુસાફરોએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધા હતા. આ ઘટનાને નજરે જોનાર મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે તમામ યાત્રીએ સુરક્ષિત છે. કોઈ જાન હાનિના અહેવાલ હજી સામે આવ્યા નથી.

આ પક્ષી અકાસા એરના વિમાન સાથે અથડાયું હતું
આના એક દિવસ પહેલા અમદાવાદથી દિલ્હી જઈ રહેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા અન્ય પ્લેન અકસ્માત ટળી ગયો હતો. જોકે, આ દરમિયાન ફ્લાઈટને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈંગ 737 MAX પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને આગમન સમયે તમામ મુસાફરો સુરક્ષિત રીતે પ્લેનમાંથી ઉતરી ગયા હતા.

સ્પાઈસ જેટના અડધા વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
તાજેતરના સમયમાં ફ્લાઇટમાં ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ સમસ્યાઓના બનાવોમાં વધારો થયો છે. ક્યારેક પક્ષીઓ અથડાવાના બનાવો બને છે, તો ક્યારેક પ્લેનમાં સ્પાર્ક કે એન્જિનમાંથી આગ લાગવાની ફરિયાદો થાય છે. આવી સ્થિતિમાં જુલાઈમાં DGCAએ સ્પાઈસ જેટના અડધા વિમાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સ્પાઈસ જેટના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તે સમયે 18 દિવસના સમયગાળા દરમિયાન સ્પાઈસ જેટની ફ્લાઈટ્સમાં વિક્ષેપના લગભગ 8 કેસ નોંધાયા હતા. જેના કારણે ડીજીસીએએ તેમને 6 જુલાઈના રોજ કારણ બતાવો નોટિસ ફટકારી હતી.

Most Popular

To Top