Business

ટૂંક સમયમાં તમે UPI દ્વારા ડોલરમાં પેમેન્ટ કરી શકશો, NPCI-RBI કરી રહી છે આ ખાસ તૈયારી

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ડિજીટલ પેમેન્ટ્સમાં (Digital Payments) જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ડિજીટલ પેમેન્ટ કરનારા લોકો માટે એક સારા સમાચાર છે. ભારતનું UPI હવે વૈશ્વિક થવાના માર્ગે છે. ટૂંક સમયમાં જ યુપીઆઈ દ્વારા ડોલરમાં પેમેન્ટ કરી શકાશે. UPI સિસ્ટમ ખાસ અપડેટ માટે તૈયાર છે જે ડોલરમાં ટ્રાન્ઝેક્શન શક્ય બનાવશે.

NPCI અને RBI SWIFT સાથે કરી રહ્યા છે તૈયારી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) આ ફેરફારને સાકાર કરવા માટે સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન એટલે કે SWIFT સાથે સક્રિયપણે ચર્ચા કરી રહ્યા છે. તેમાં જણાવ્યું હતું કે એકીકરણનો હેતુ UPI ને ક્રોસ બોર્ડર ડિજીટલ વ્યવહારો માટે સૌથી અનુકૂળ અને સુરક્ષિત માધ્યમ તરીકે સ્થાપિત કરવાનો છે. SWIFT એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સિસ્ટમ છે જે આંતર-દેશી બેંક વ્યવહારો માટે એક માધ્યમ તરીકે કાર્ય કરે છે.

UPI અંગે RBI તરફથી નવી જાહેરાત
SWIFT સાથેના આ એકીકરણ સાથે UPI દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવાનું સુવ્યવસ્થિત અને મુશ્કેલીમુક્ત બનશે. તમને જણાવી દઈએ કે RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 ડિસેમ્બરે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક દરમિયાન UPIને લઈને મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. આમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે UPI ચુકવણી મર્યાદા તાત્કાલિક અસરથી 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

UPI ભારતની અગ્રણી મોબાઈલ-આધારિત પેમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધા વપરાશકર્તાઓને વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) દ્વારા ત્વરિત રાઉન્ડ-ધ-ક્લોક ચૂકવણી કરવા માટે સક્ષમ બનાવે છે. NPCI તરફથી જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર નવેમ્બર 2023માં 11.24 બિલિયન વર્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા જે ટ્રાન્ઝેક્શન વેલ્યુને 17.40 ટ્રિલિયન રૂપિયા પર લઈ ગયા હતા.

Most Popular

To Top