National

’મારા પિતા દારૂ પીને વિધાનસભામાં જાય છે‘, પંજાબના CMની દિકરી સિરતે કર્યો મોટો ઘટસ્ફોટ

નવી દિલ્હી: પંજાબના (Panjab) મુખ્યમંત્રી (CM) અને આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા ભગવંત સિંહ માનની (Bhagavat Sinh Maan) દિકરી (Daughter) સીરત કૌર માનએ તેમની ઉપર ગંભિર આરોપો લગાવ્યા છે. તેણીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ (Viral) થઇ રહ્યો છે. જેમાં તેણી સ્પષ્ટ રીતે પોતાના પિતાના બીજા લગ્ન તેમજ પોતાની માતા જે ભગવંત માનના પહેલા પત્ની છે, તેમના વિષે પણ ખૂલાસાઓ કર્યા છે. આ વીડિયો શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજેઠીયાએ એક પ્રેસ કોન્ફરંસ (Press Conference) દરમિયાન જાહેર કર્યો હતો.

હાલ સોશિયલ મીડિયા ઉપર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દિકરીનો એક વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેણીએ પોતાના પિતા ઉપર આરોપો લગાવ્યા છે કે ભગવંત માનને તેણી પિતા તરીકે સંબોધવા પણ નથી માંગતી. કારણકે તેમને આનો કોઇ હક નથી. તેઓએ પોતાના અને પોતાની પૂર્વ પત્નીના ડાયવોર્સના કારણો પણ ખોટા જાહેર કર્યા છે. તેમજ તેઓ દારૂનો નશો કરીને વિધાન સભા અને ગુરુદ્વારામાં જાય છે. તેઓએ પોતાની બીજી પત્ની સાથે મળીને પોતાની પહેલી પત્નીના બંન્ને બાળકો, સીરત કૌર માન અને તેણીના ભાઇને ઘરની બહાર કાઢી મુક્યા હતા. તેમજ તેણીના ભાઇને વિધાન સભામાં દાખલ થવા ન દીધો અને રાત્રીના સમયે બહાર ફેંકી દીધો હતો. આ સાથે જ સીરતે પોતાના પિતા વિષે ઘણાં ખૂલાસાઓ કર્યા છે.

વાયરલ વીડિયોમાં ભગવંત માનની દિકરીએ આરોપ લગાવ્યો છે કે, “આ વીડિયો બનાવવા પાછળનું કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી આપવિતીની દરેકને જાણ થાય. લોકોએ આજ સુધી જે પણ સાંભળ્યું છે તે સીએમ સાહેબ પાસેથી જ સાંભળ્યું છે. તેના કારણે અમારે ઘણી ખરાબ વાતો સાંભળવી અને સહન કરવી પડે છે. આજ સુધી મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. પરંતુ એવું લાગે છે કે અમારા મૌનને અમારી નબળાઈ ગણવામાં આવી હતી.”

વધુમાં તેણીએ કહ્યું કે અમારા મૌનને કારણે જ ભગવંત માન સીએમ પદ પર બેઠા છે. સીરતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણીના પિતાએ પોતાની પહેલી પત્નીના બંન્ને બાળકો, તેણી અને તેણીના ભાઇની જવાબદારીઓ નિભાવી નથી. તેણીએ કહ્યું કે તેણીનો ભાઈ ગયા વર્ષે બે વાર ભગવંત માનને મળવા ગયો હતો. પરંતુ તેને સીએમ હાઉસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. આ પહેલા એકવાર તેના ભાઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેને રાત્રે ત્યાંથી બહાનું કરીને કાઢી મુકવામાં આવ્યો હતો.

સીરતે આરોપ લગાવ્યા હતા કે ’તેણીના પિતા દારૂનો નશો કરીને વિધાનસભા અને ગુરૂદ્વારામાં જતા હતાં. આટલું જ નહી. પણ તેઓ દારૂનો નશો કર્યા બાદ તેણીની માતાને માનસીક અને શારિરીક ત્રાસ પણ આપતા હતાં. માટે તેણીની માતાએ તેમને ડાયવોર્સ આપ્યા હતાં. ત્યાર બાદ તેણી પોતાના ભાઇ અને માતા સાથે અમેરિકામાં રહે છે. થોડા સમય પહેલા જ તેણીને પોતાના પિતાના બીજા લગ્નની પણ જાણ થઇ હતી. તેમજ હાલ તેમની બીજી પત્ની પણ પ્રેગ્નેટ છે. ત્યારે સિરતે પ્રશ્ન ઉઠાવ્યવ્યો હતો કે જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે?‘ આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

Most Popular

To Top